________________
૫૦
શ્રી સમરાદિય યશોધર મુનિ ચરિત્ર ગમે છે તે એને પણ ગમે છે! તે અત્યંત કપરૂં છતાં એમાં એ પણ તૈયાર. અહે! એનામાં કેવી મહેચ્છા છે! અદભુત વિવેક છે! ચારિત્રની અને ભાવના છે, તે એને પોતાનાં સંસારનાં સુખ જાય છે, છતાં ચારિત્ર કેમ ન લેવું, એ વિવેક છે. મને સંસારમાં રેકી દુઃખી કર નથી તે એને સાથે રાગ સૂચવે છે!” સાચે રાગ એનું નામ કે સામાને દુઃખી ન કરીએ.
કોઈના પર સારો રાગ આપણે ધારીએ છીએ, તેનું પ્રતીક શું? એ, કે એમના પર એ પ્રેમ છે કે તમે ખૂબ સુખ ને આનંદમાં રહે! તમને સહેજ પણ દુખ-ઉદ્વેગ ન રહે.” આજ ભાવ હેય ને? માને દીકરે કહે, “મને પ્રેમ છે તારા પર' પછી માતા પર દુખે પડે તેની ચિંતા ન કરે તો?
રાગને અર્થ એ કે “રાગના પાત્રને જરાપણુ દુભામણ ન થાય” એવી લાગણી હોય.
સામાની દુભામણ ટાળવા શક્ય યત્ન કરીએ, તે આપણે રાગ સાચે. આ હુલામણુ વ્યાજબી જોઇએ. મા દીકરાના મેંમાં વેલણ ઘાલીને દવા પાય છે, ત્યાં દીકરાને થતી દુભામણ વ્યાજબી નથી,-તે પ્રેમ સાચે જ છે. વિરાગી છવ સંસારીના રાગને ખોટા કેમ ગણે છે? જુએ છે કે આ સંસારી અમારા પર રાગ કરે છે, પણ અમારે જે હૈયું સળગી ઊઠયું છે કે “આ જીવનનાં વર્ષો પાપની સેવામાં એળે કાઢયાં! હવે અમારું શું થશે? કર્મ અમને કયાં ફેંકી દેશે? આ જે દુભામણ અમને થાય છે તેની આ સંસારીઓને જરાય પડી નથી! માટે એમને રાગ ખોટો ! ભલે મેથી કહે બધું. એ મૂંઝવણ સ્વાથની છે, મેહની છે. શું સામાને ચરિત્ર તે દુઃખ આપશે. તેની મૂંઝવણ છે? ના, એની નથી. કેમકે એમણે સામાનું અંતર કયાં તપાસ્યું છે? ગુમડુ પાકીને જયાં ફૂટતું ન હોય ને સ્નેહીઓ સલાહ આપે છે કપાવતા નહિ, કેમકે દુઃખ થશે!” પણ પોતે ડેકટર પાસે જઈને ગૂમડું કપાવી નાખે છે. ગૂમડું કપાવવામાં એને મહાસુખ લાગે છે!
સુરેન્દ્રદત્ત એ માપ કાઢે છે, કે “હું હવે આ સંસારવાસમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org