________________
૩૮
શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર
ચેત તે ચેતાવું તને રે, પામર પ્રાણી!” જે નહિ ચેતે તે સમજી રાખજે કે એની કલમે ડમ્બા ગુલ! જીવનને દીવે બુઝાવી નાખીશ. જે કાયા પર ૯મી સાલગીરી જેવાને વિશ્વાસ હશે, તે કાયા ૬૮મી સાલ જેવા નહિ પામી શકે! મધમાખીઓ મધપૂડાને શા ય વળગીને બેસી જાય છે, પણ બધું એનું ધાર્યું થાય છે? કેશુ એને ચેતાવે કે તું ખાઈ લે ને ઊડી જા'? કેઈ નહિ. એ તે બિચારી ભેગું કરવાનું ને ત્યાં જ એંટી રહેવાનું જ સમજે છે! પછી ? વાઘરીના સકંજમાં !
સુરેન્દ્રદત્ત રાજા વિચારે છે, પળિયા આવ્યા ? પુદ્ગલની આ વિચિત્રતા! અવનની આ ચંચળા ! મારી આંખ આગળ ઘણાને ઊપડી જતા જોયા ને હું ૫, એક દિવસ જમરાજથી ઉપડાઈ જઈશ. છતાં હું હજી પાપમાં પડી રહ્યો છું? પાય તે પિશાચ છે, તેની દોસ્તી જીવતા જીવે ન છૂટે તે હું ધમી પિતાને પુત્ર શાને ? માનવભવે ય ધર્મ નહિ ? મનુષ્ય જીવનની ૨ આ અસારતા ? મનુષ્ય તરીકે જન્મીને શું કર્યું?
વિચારે, ઈન્દ્રિય મળી તે કેવા મદમસ્તાન બન્યા ! આંખ મલી, શા માટે રસીલી બાયડી સામે ધારી ધારીને ન જેઉં ? જીભ મલી છે, તો શા માટે સેવા-પકવાન ન ઉડાવું ? કાન મલ્યા છે, તે ગણિકાનાં ગીત કેમ ન સાંભળી લઉં? નાસિકા બળવાન છે તે સુગંધી પદાર્થ કેમ ન સુધી ઉં? સ્પર્શનેન્દ્રિય છે, તે સુંવાળા સ્પર્શ શા માટે છેડે? ઈન્દ્રિએ બુઠ્ઠી હેત તે જુદી વાત હતી. આ કેટલી ભયંકર ઘેલછા કરી? મનુષ્ય જીવનમાં મળેલી અણમોલ શકિતએ, જબરદસ્ત કાયા, લોખંડી મન, આ બધાને ઉપયોગ વીતરાગની આજ્ઞાની આરાધનામાં કર હેત તે થઈ શકત, પણ બધું મેં ગટરમાં નાખ્યું! મારી પાસે જે મન છે, તેનાથી મેર જેવી સ્થિર ક્ષમા ને કમળ જેવી કોમળ નયતા રાખી શકાય
આ બળ છે મનનું. ક્ષમામાં બળ ગુસ્સો કરવાના બળ કરતાં વધુ જોઈએ. ક્રોધી મન નિર્મળ છે, ક્ષમાશીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org