________________
૨૮
આત્માની કક્ષા ઊંચી લાવવા
તો મા-બાપ એની વહાલી નવી વહુને માનભેર સાચવે તે દેવતા જેવા. વાસનાના ગુલામને બીજી શી કપના હૈય?
બાઈ અફસોસ સાથે કહે છે, “ ભલે જાઓ એમ તો કેમ કહું? પણ પાછા વળે ત્યારે અહીં જરૂર પધાર, કાજે. કહે કબૂલ ને?” કબૂલ કરવું પડે છે; બાઈ વળવું કરે છે. પેલા બંને વિચારે છે, “શું જગતમાં દેવ જેવા માણસે મળે છે!' ખરીદી કરીને પાછા આવ્યા. બાઈએ પાછા આવકાર્યા અને જમાડયા, પણ પૂવે બહાર બેસાડેલાને આ વખતે અંદર બેસાડ, અંદર બેસાડેલાને બહાર બેસાડ. આટલો ફેર કર્યો! કેણ બહાર ને કેણ અંદર જતી વખતે ઘીના વેપારીને અંદર, ને ચામડાંના વેપારીને બહાર; ખરીદીને પાછા આવતાં ઊંધું ક્યું. જમીને બેઠા એટલે પૂછે છે, બેન ! આ એક ખબર ન પડી કે ઊલટ-સૂલટ કેમ બેસાડયા”
અરે! તમે તે વેપારી, હું તો અભણ સ્ત્રી! તમે આટલુંય સમજી શક્યા નહિ?”
ના, ન સમજાયું!”
સામાન્ય વાત છે, તમારી જિજ્ઞાસાના અનુસારે તમને સ્થાન આપ્યું હતું. જતી વખતે તમારા મનમાં શું હતું? જેને ઘી ખરીદવું હતું તેને એમ હતું, કે “જ્યાં વરસાદ ખૂબ પડે ત્યાં જઇએ તો ઠોકે, જાનવરને ઘાસ બહુ હોય તેથી ત્યાં થી સસ્તુ મળે. ભાવના હતી તેથી એને અંદર બેસાડેલા. ચામડાના વેપારીને શું હતું? “જ્યાં દુકાળ પડયે હોય ત્યાં જાનવર બહુ મર્યા હેય; તો ખૂબ સસ્તા ચામડાં મળે!” તેથી તેને ભાવના ખરાબ હાઈ બહાર બેસાડયે હતા! હવે જિજ્ઞાસા ફરી. ઘીના વેપારીને થયું કે આપણા દેશમાં દુકાળ પડે તો સારું, જેથી ધી મેં છું થાય, માટે નાણુ સારા ઊપજે. ચામડાના વેપારીને એમ થયું કે સુકાળ થાય તે સારું, જાનવર મરે નહિ, ચામડાં મેંઘાં થાય, તે મારા ચામડાંના પિતા સારા આવે. બસ, નરસી-સારો ભાવનાના હિસાબે ઊલટા-સુલટા બેસાડયા.”
આ સાંભળી બને કાનપટ્ટી પકડી ગયા! કહે છે, “આ શું કહે છે. તમે!”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org