________________
૩૪૦
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર દેવદશને, ગુરુવંદને સામાયિક પ્રતિક્રમણમાં આંખ આંસુભીની કેમ નથી થતી? દુનિયાની તુલનામાં કેટલા અજોડ દેવગરુ-ધર્મ મળ્યા છે તેનાં વારંવાર સ્મરણ નથી, હર્ષોલ્લાસ નથી.
ભગવાન બનવું છે? દેવ કેવા?–અહીં અરિહંત પરમાત્મા દેવાધિદેવ છે, ગુરુ સાધુ પુરૂષ પણ મેજુદ છે. દેવાધિદેવ એટલે જેમનું ચરિત્ર સાંભળતાં મગજ તર થાય છે એવા મહાવીર પર માત્માને મસ્તક ઝુકી પડે છે ભગવાન કેવી રીતે થવાય તે આબેહુબ માલુમ પડે છે, છેલા ભવમાં લાવનાર વન વખતે ઇન્દ્રો
સ્તુતિ કરે છે. જન્મ વખતે કળશેના અભિષેક કરે છે, ગૃહસ્થ વાસમાં દેવે મહાસમૃદ્ધિ સજી જાય છે, આટલું જગતમાં માન, આટલી સુખમય સ્થિતિ હોવા છતાં એ સંસારના રસિયા નથી.
બડેજા મહેરબાન થઈને રહે” એવા દેવેની સેવા આવી મળે છે, ઈન્દ્રો સેવક છે, કુટુંબીઓ બહુ માને છે, પ્રેમના વરસાદથી નવરાવી દે છે. વૈભવ-વિલાસની સમૃદ્ધિ ઉચી કેટિન અને ભરપૂર છે. છતાં એમાં કમળની જેમ નિલેપ રહી, ૩૦ વર્ષની ઉંમરમાં પ્રભુ મહાવીર કઠેર ચરિત્રના મેગે નીકળી પડે છે ! ચારિત્ર એકલાએ લેવું પડે તે એકલાએ સહી. આખા ક્ષત્રિય કુંડમાં તો શુ, પણ આસપાસના ગામડામાંથી એક ગરીબ એમ નથી વિચારતા કે “વધમાન કુંવ૨ ચારિત્ર લેવા નીકળે છે તે આપણે એમની પાછળ ચાલો.” કંઈક કષ્ટવાળા હશે છતાં કોઇને મન ન થયું, પણ પ્રભુ એકલા તે એકલા, છની ભારે વિષમતા. એકલા ચારિત્ર લીધા પછી પણ અનુકૂળતાના પૂરમાં તણવાનું નહિ, સામે ચાલવાનું! છઠ્ઠથી ઓછા તપ નહીં આ તપ તે રેજી દે છે બાકી તે પાસખમણ, મા ખમણ, દાઢમાસી, બેમાસી, અઢી માસી, ત્રણમાસી, ચારમાસી, છમાસી, સાડાબારવરસમાં ૧૧ વર્ષ જેટલા ઉપવાસ કર્યા. ભગવાન એટલે ત્યાગ તપથી શુદ્ધ વીતરાગ બનેલા પરમાત્મા ! ભગવાન બનવું છે, તે ઊભા થાઓ, સંસાર છેડે, તપસ્યા કરો. ભગવાન બનવું છે તે અજ્ઞાન લોકે ત્રાસ આપે, કષ્ટ આપે, તે સહન કરે. શરીરમાં અંગુઠાથી મેરુ હલાવવાની શક્તિ છે, ત્યાં દુશ્મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org