________________
મસ્ય: ભવમાત્રથી બક્ષીસ
૩૩૯ તે પછી શા માટે દુર્ભા, પાપલેશ્યાએ અને પાપી વૃત્તિએને હવે સિરાવતાં ન જવું, પડતી ન મૂકવી? કર્તવ્યભાવના, પરાર્થવૃત્તિ, ને ધમને
યોગ્ય વર્તાવ. નીતરતી સ્વાર્થવૃત્તિમાં તણાયા અનેક પ્રકારના અનુચિત વર્તાવ કયે જવાય છે, શિસ્ત મર્યાદા અને કર્તવ્ય ભૂલાય છે, એ જે આ પાપી સ્વાર્થવૃત્તિ છોડી દેવાય, એના સ્થાને પવિત્ર કર્તવ્યભાવના અને પરાર્થવૃત્તિ ધડતા જવાય, એ માટે પર વિચાર રખાય, તે વર્તાવ સુધારવામાં હરક્ત નહિ આવે આ તે કેવળ પિતાનું જ સંભાળવાને એક મેનિયા છે, “મારે પ્રભુનાં દર્શન કરવાનાં એટલું જ કામ; પણ પાછળ વાળાને વિચાર જ શાને કરવાને કે એમને હું વચમાં ઊભા રહી દર્શન કરતાં દશનનો અંતરાય પડશે? મારે મારું ઘર સંભાળવાનું કામ, પછી એની ધૂનમાં પાડોશીને કે બીજાને તકલીફ પહોંચશે એનો વિચાર જ શાનો કરવાને?”–આવી નીતરતી સ્વાર્થ-દષ્ટિ જ રમતી હોય તો પરિસ્થિતિમાં કર્તવ્યભાવના, પરાથી પ્રવૃત્તિ, ધમીને મેગ્ય વર્તાવ, ઈત્યાદિ ચૂકાય એ સ્વાભાવિક છે. શું અહીં જે માનવમન મળ્યું છે એને આ લક્ષ રાખવાને સદુપ
ગ શક્ય નથી? તો શુ એમ લાગે છે કે એની જરૂર નથી? કર્તવ્ય ભાવના, પરહિત પ્રવૃત્તિ અને ધમી યંગ્ય વતવ વિના તે ચાલે એવું નથી, પાયામાં એ જરૂરી છે.
આ લાવવા માટે આપણને દેવાધિદેવ કેવા અનુપમ મળ્યા છે, ગુરુ કેવા મળ્યા છે, ધર્મ કે મળ્યો છે, એ ઓળખી લેવા જેવા છે, એની કદર મૂલ્યાંકન કરવા જેવું છે જેથી પછી એમનાં કર્તવ્યપાલન અને પરાર્થ વૃત્તિ જોઈ એની ભવ્ય પ્રેરણા મળે.
ભગવાન બનવું છે? ધમની એક લગન જોઈએ છે?
દેવ-ગુરુ-ધમ કેવાક મળ્યા છે તે વિચારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org