________________
દભવનું ભયંકર પાપ
૩૩૩
અરે ! આપણે અપરાધ પણ કર્યો , આપણું કાંઈક બગાડયું ચ હેય. તો પણ જેમ આપણે કરેલા અપરાધ પર આપણે સામા પાસેથી ક્ષમા, સંભાવ, શુભેચછા ચાહીએ છીએ, દુર્ભાવ-તિરસ્કાર-અનાદર નહિ, એવી જ રીતે આપણે તરફથી બીએ એ જ ચાહે છે, દુર્ભાવાદિ નહિ. માટે જાતને વિચાર કરીને જગતની પ્રત્યે વર્તાવ રાખે.”
એથી ય આગળ જાતને કહે કે તારે દિનપ્રતિદિન ઊંચા આવવું છે, સારા બનવું છે, તે એ આવી દુર્ભાવ અાદિ ગંદી વૃત્તિઓને વધાવી હલાવીને નહિજ બની શકે. એમાં તે તુ નીચે ને નીચે ઉતરત જઈશ. છોકરાને ય વર્ષો વર્ષ ભણાવીને એ ઊંચે આવે એ ઈચછે છે, તે આ રુડા માનવના અવતારે વર્ષોના વર્ષો ગાળી નીચે શા માટે ઉતરતે જાય? છેક છે પુણ્ય પહેાંચતુ' હશે ત્યાં સુધી તારા દુર્ભાવ બૂરાંચિતન, રાષ-રેફ અને તિરસ્કાર-અનાદર છતાં લોક તારાથી દબાશે, સલામ ભરશે, ડરતા-ગભરાતા ચાલશે ને “કેમ શેઠ! ” કેમ શેઠ!' કરશે, પરંતુ તારો આત્મા તે નીચે નીચે ઉતરતો જ જવાને ! આત્માની પ્રકૃતિ તામસી, કેળી માંથી વાઘરી, ને વાઘરીમાંથી ઢેડ, ઢેડમાંથી ભંગી અને ભંગી માંથી ચંડાળ જેવી ઘડાતી જવાની ! જીવન આમ જ પૂરું થઈ જાય તો વિચાર કર, શું કમાયે? અંતકાળ કે દેખવા મળશે ને પછી શું?”
મનને આવી કંઈ સમજુતી આપે, મનથી આ વારંવાર વિચારે, મન પર અંકુશ મૂકતા ચાલે અને જીવનમાંથી બૂરાં ચિંતનને બરતરફ કરી દે, દુર્ભાવને દેશવટે દઈ દે, તિરસ્કારઅનાદરને તિલાંજલિ આપે; નિન્દા આરોપને કદી ન સેવે.
ડગલે પગલે આ યાદ રાખ્યા કરો કે જરાય ખેટુ ચિંતયું કે બેલ્યા-ચાહ્યા, તે સીધી એની અસર આત્માનાં ઘડતર પર અને કર્મનાં બંધ પર પડવાની છે.
પૂર્યોદય-લેહીના લાડુ યશોધર મુનિના ત્રીજા ભવમાં પતે એક જાતના જ મલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org