________________
રસાર કે?
૨૫
નામ
'
- ધનકુમાર કેટલેય ત્રાસ વેઠીને હમણાં જ ઘરે આવ્યો છે. હવે વૈભવી ઘરમાં ઠરી ઠામ બેસી આનંદમાં મહાલવાને અવસર આવ્યું છે, છતાં કેવી જિજ્ઞાસા એને થાય છે. એ જોવા જેનું છે. ધનકમારના આત્માની કક્ષા ઉચી છે, તેથી ઊંચી જિજ્ઞાસા જાગે છે. કક્ષા ઊંચી લાવવા આ પણ એક ઉપાય છે કે જિજ્ઞાસાઆતુરતા સુધારે. આત્માની કક્ષા ઊંચી લાવવા આતુરતાએ સુધારે આત્માની કક્ષાનું માપ આતુરતાની જાત પરથી
આપણા આત્માની કેવી કક્ષા છે, ઉન્નતિની કે અવનતિની, એનું માપ જિજ્ઞાસા કેવી ઊઠે છે એના ઉપરથી મપાય છે. કેટલાકને એવી જિજ્ઞાસા થાય છે, કે ફલાણ થિયેટરમાં કઈ ફિલ્મ આવી છે?” એવા આત્માની કક્ષા કઈ ? એજ કે આંખે રૂડ રૂપાળું જોવા મળે તો બસ, આ ઈન્દ્રિય-ગુલામીની કક્ષા. એમ સંગીતશેખીનને રેડિયા વગેરેની ગુલામીની કક્ષા; ને વ્યાપારીને બજારની જિજ્ઞાસા તેથી બજારની ગુલામીની કક્ષા. આજે માણસનું પારખું કરવું સહેલું છે. ન્યુઝપેપર એની આગળ સૂકે, જુએ પાનું ખોલે એ. કેઈ બજાર-ભાવવાળું, ન્યુયેક શું, એનું પાનું જશે. કેઈ દવાની જાહેરાત જશે. પિતાની આજ સુધી જેવી જેવી જિજ્ઞાસા છે, એવું પાનું ખેલાવાનું. અથવા વાત સાંભળવા બેસાડે: ખબર પડશે આ ભાઈ કેટલામાં છે.
આપણને દિવસમાં તુચ્છ પદાથની આતુરતા, જિજ્ઞાસા કેટલીય ઊઠે છે. સાધુ મળી જાય, તે પણ તત્વની કે ધર્મ ની જ જિજ્ઞાસા જાગે, એવું નથી. ભાગ્યશાળીને તો જરૂર થાય કે સાધુ પાસેથી આત્મહિતની વસ્તુ સાંભળું.” એને સત તત્ત્વની, સન્માર્ગની વિવિધ જિજ્ઞાસા થાય. પણ એ તો ઊંચી કક્ષાવાળાને. નીચી કક્ષાવાળે તે કહેશે, “મહારાજ! વખત ખરાબ છે. કહે કયારે સારે આવશે?” સારે એટલે પિસે-ટકે સુખ-શાંતિ અને આનંદથી રહીએ એવે, અથવા કહેશે, “આપને વાસેપ બહુજ ચમત્કારિક છે! ઘણા વખતથી હું માંદો રહું છું'...વગેરે. ઊંચી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org