________________
૯૩૭
શ્રી સમાદિત્ય • યશૈધરમુનિ ચરિત્ર જતને કષાયથી દુઃખી કરે, જાતે શેક-કલ્પાંત કરે તે પણ અશાતા વેદનીય કર્મ બંધાય જે પાકીને તમને દુઃખ આપવાનાં. માત્ર આટલેથી ય પતતું નથી, અશાતા વેદનીય કર્મ બંધાવાના અનેક કારણે છે. અભિમાન પણ કારણ છે. માયા પ્રપંચ પણુ કારણ છે! વતભંગ પણ કારણ, અને દેવ-ગુરુ-ધર્મની અવગણના-અશાતના ય કારણ! પરનિદા ય અશાતા બંધાવે અને સ્વાર્થ લંપટતા ય અશાતા બંધાવે. ઈર્ષ્યા કરે તે પણ, અને લેભ રક્ત રહે તે પણ અશાતા કર્મ આવીને ઊભાં જ સમ, એ અશાતા કર્મ પાકીને દુઃખ દેવાનાં.
દુખ નથી જોઈતું, પાપ કરવાં છે. હવે વિચારો આ૫ણને રેગ નથી ગમતો. પરાધીનતાનાં કષ્ટ નથી ગમતાં, દુ:ખનું નામ પણ રુચતું નથી, છતાં એનાં કારણે સેબે જવાં છે! મેહમૂઢતા છે આ. શાસ્ત્ર કહે છે, કે આશ્ચર્ય છે કે
पापस्य फलं नेच्छन्ति, पाप कुर्वन्ति सादगः । પાપનું ફળ જે દુઃખ, તે નથી જોઈતુ, અને પા૫ રાચી માચીને કરે છે ! “દુઃખ! ન આવીશ પણ હુ પાપ કરતા રહીશ કેવી ઘેલછા ! ન્યુમેનિયા વાળ કહે, “કફ ! તું છો થઈ જજે, બાકી પવન અને સાકર હુ ખાતે રહીશ, સંગ્રહણવાળો ! કહે “ઝાડા! તુ બંધ થઈ જજે, હું વાલ વટાણું ટેસદાર ઉડાળે રાખીશ” આ પાગલતા કે બીજી કાંઇ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org