________________
૩૨૬
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર એવાં ખીચોખીચ કે એમાં ચાલવું મુશ્કેલ પડે. એવા જંગલમાં હુ કાણુ જંગલી મરગલીના પેટમાં મુકાઈ ગયે. પાપનો ઉદય તીવ્ર છે, એટલે ગર્ભમાં રહે રહે નરકની કુંભીપાકની વેદના કરતાં પણ જાણે વધી જાય એવી ધેર વેદનાથી હુ પીડાઈ રહ્યો છું.
પાપ અને પા૫ વિચાર કરતી વખતે જીવને શુધ-બુધ રહેતી નથી; પણ એનાં દારુણ વિપાક ભોગવવાના આવે ત્યારે અપરંપાર હાય ય થાય છે. જગતમાં જીવની જાલિમ હાયવોય દશા નજરે નિહાળવા છતાં અને એથી કંપી ઉઠવા છતાં મેહમૂઢતાને લીધે પિતાના માટે એ વિચાર નથી આવતો કે “હું આવી દશામાં મુકાય તે મારી કેવી વલે? માટે એવી દુર્દશાને તાણ લાવનારા દુષ્ટ વિચારે, દુબુદ્ધિ મિથ્યા દષ્ટિ અને દુર્ભાવોથી પાછો હટી જાઉં. પાપે પડતાં મૂકું ? આ વિચાર નથી પછી શું કામ એ વિચારે, બુદ્ધિ વગેરેનો જ મક્કમ મને ખપ કરે ?
મન મક્કમ કરીને સદ્દવિચાર આદિને ખપ કરવો એ માનવતાનું જીવન છે.
હે, દેવાનુપ્રિય! ગર્ભને કળ પાક્યા પહેલાં જ મારે જન્મ થઈ ગયો. અને બીજી બાજુ જનેતાને ખોરાક જોઇતે મળતૈ નથી તેથી તેનું દૂધ સુકાઈ ગયુ એટલે હું પણ ભૂખના દુઃખમાં દુબળો પડી રહ્યો છું. આમ તેમ ભટકી રહ્યો છું અને ભૂખની પરવશતામાં ગેખરૂના કાંટા મળ્યા તો તે ખાઈ રહ્યો છું,
તમારૂં શું વધે છે? પાપ કે દેહ? ઊંચા મનુષ્ય ભવમાં પણ જે સદ્ભાવના ગુમાવી મલિન લેશ્યામા સબડચો, તે આવા હલકટ પશુના ભવમાં સારી લેશ્યા ક્યાંથી આવે? પા૫ લેશ્યા, પાપ સંજ્ઞાઓ, અને પાપી વિચારોમાં રમતા એવા મારાં પાપે શરીરની હારોહાર વિસ્તાર પામતા ગયા, શરીર તગડું થાય છે ને? પછી પાપ પુષ્ટ થતાં જાય એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org