________________
૩૨૨
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર આવી સ્વાર્થ ની જ રમત ચાલુ ને? વિચારવા જેવું છે કે સ્વાર્થ બુદ્ધિ કેટલી ઓતપ્રોત થઈ ગઈ છે! એમ બને એમાં નવાઈ નથી. સ્વાર્થના જ વિચારે, દુર્વિચારે જ ચાલ્યા કરતા હોય ત્યાં પછી અવસરે સારૂં ક્યાંથી સૂઝે? એ તે વિચારે સદબુદ્ધિ, સદ્દષ્ટિ અને સચગ ભાવે કેળવતા રહેવાય તે અવસરે સારૂં સૂઝે. દિલમાં જે રમ્યા કરતું હશે તે પ્રવૃત્તિમાં સૂઝશે.
પરે૫કાર ભાવના
દિલમાં એ રડ્યા કરવું જોઈએ કે, “હે ! આ ઉત્તમ જીવનમાં જ ઉત્તમ કાર્યવાહી થઈ શકશે. તે એ જ કરૂં. પરનું ભલું ક્યાં ક્યાં કરૂં! ક્યાં ક્યાં કેઇને હુ કામ લાગુ ! કેઇને મારું કામ લાગે ! બે પૈસા કમાય તે પહેલુ પરનું ભલું કરીશ. ઘરની બહાર નિકળે તો પરેપકાર પહેલે રાખીશ, સ્વાર્થ પછી.
રાશી લાખ નિમાં ભટકતાં પરોપકાર–પરમાર્થ કરવાનું મળે ક્યાં ? અરે ! સુઝે જ ક્યાં ? એ તે આ માનવભવને પ્રતાપ છે કે અહીં એ સૂઝી શકે. હવે જે ગફલતમાં રહું તે તે જીવન ચાર્યું એમ જ ગેઝારૂં! બાકી સ્વાર્થનું ગમે તેટલું સંભાળવા મથીશ, ને દલા દાટી રાખીશ તે બધા એક દિ' ખેવાઈ જવાના છે અને ગમે તેટલુ ભેગવીશ કરીશ પરંતુ એ બધા ભેગા ને અમન ચમન સરવાળે તે મને વિષયેને ભારે ભૂખાર બનાવીને આ વિરાટ વિશ્વમાં નિરાધાર દરિદ્ર હાલતમાં ફેંકી દેવાના છે. દરિદ્રતા એટલે મળવાના ફાંફા ! અને ભારે ભૂખરવાપણું એટલે તુષ્ણની ભયંકર સતામણી!”
આવા આવા સદવિચારો અને સદબુદ્ધિ બહુ કેળવવા જેવી છે જે ઊંચા આવવું હોય તે.
સારા ભાવ અને સારી વિવેકી દષ્ટિ બહુ રાખવા જેવી છે જે આત્માને માનવપણે પથહદય નહિ પણ દિવ્યહૃદયવાળો કરે હોય તે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org