________________
સંસાર કે?
૨૩
છે! પછી કેફ ઉતર્યા પછી સાચું સમજાય છે. એમ આ સંસારના વિષે વાસનાને લીધે પ્રસંગે આનંદ થયે, પણ વસ્તુતઃ “એ ખેદનું સ્વરૂપ છે એમ વાસના ઉતર્યા પછી સમજાય છે ખરું? જગતના પદાર્થમાં સુખ કેમ નહિ ?
વળી દુન્યવી પદાર્થમાં સુખ નામને ધર્મ નથી. (૧) હેત તે તે હરેક વખતે એને અનુભવ થાત, પણ તેવું થતું નથી. ભૂખ્યા જમતાં લાડુ સુખભર્યો લાગે છે. ધરાયા પછી ઉદ્વેગભર્યો લાગે છે. (૨) એમ પદાર્થમાં સુખ હોત તે પદાર્થનું પ્રમાણ વધારે ભેગવવાથી સુખનું પ્રમાણ વધારે અનુભવાત; પણ એવું ક્યાં બને છે? એવું અનુભવાય છે? એક લાડુથી જેટલું સુખ અનુભવે એના કરતાં ચારગણું સુખ શું ચાર લાડુથી અનુભવી શકે? ના, ચાર ખાવા જતાં તો ઊબકા ને ઊલટીનાં દુઃખ થાય છે. એને અથ જ એ કે લાડમાં ખરેખર સુખ નામને ધર્મ નથી. ખાંડમાં સાચેસાચ મીઠાશ છે તે પાશેર નાખતાં જેટલી મધુરતા આવે, શેર નાખતાં એથી ચારગણી આવે છે. એવું વિષયમાં જે સાચેસાચ સુખ હોય તે વિષયપ્રમાણ વધતાં સુખપ્રમાણ વધત.
પ્ર. તે પછી સુખ ક્યાંનું દેખાય છે?
ઉ૦ સુખ વાસનાના કેફનું અનુભવમાં આવે છે. વાસના ઇન્દ્રિયની ખણુજ છે, એટલે સુખને ભાસ થાય છે, ને એ ઉતરી જતાં સુખ નથી દેખાતું. દારૂના કેફમાં આનંદ; કેફ ઉતરી જતાં આનંદ ગુમ! એમ વાસનાથી સુખને આભાસ માત્ર છે. બાકી સંસારના પદાર્થોમાં સુખ નથી.
થાક છતાં કેફમાં થાક ન લાગે.
મહર્ષિ ચશભદ્ર મહારાજ સાફ કહે છે, “સંસાર ઉદ્વેગનું ઘર કેમકે સુખના ભ્રમમાં રાખી રેવરાવે છે. હોંશમાં માણસ ઊઘરાણીએ દશ માઈલ જય છે; એને પાંચસે રૂા. લઈ આવું, એવી હોંશ છે. ખબર પડી, કે ઘરાક છ વાગે પકડાય તેમ છે, તે હજી ચાર વાગ્યા છે, માટે જરૂર પકડી પાડું,' એમ હોંશથી દેડતા જાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org