________________
૨૨
ધનકુમારને પ્રશ્ન
વળી બીજું કઈ કારણ પૂછે છે? કારણ તે ઠામ-ઠામ પડેલાં છે.” સંસાર એ ઉદ્વેગનું કુલઘર ?
એટલે? સંસાર કંટાળે ઉપજે એવા પદાર્થ-પ્રસંગેથી તરબેળ ભરેલો છે; એ જોઈ કેમ એના પર વૈરાગ્ય ન થાય? સંસારના પદાથ ક્યા? ઈન્દ્રિયના વિષયે શબ્દ-રૂપ-રસ વગેરે, લક્ષ્મી-લાડી, વાડી, ગાડી, સામ્રાજ્ય, સલ્તનત, આ બધાને વિવેકથી જુઓ તે કંટાળાનાં ઘર દેખાશે. કેમકે એમાં અહીં અશાનિત,રતાપાદિ અને પરભવે ભયંકર દુખ ! ત્યારે પ્રસંગે કેવા બને છે? પ્રેમની સામે દશે! ઉપકારની સામે અપકાર! ધારી રાખેલી સુખશાન્તિ સામે અણધારી આફતો! આરંભ-પરિવહની ભારી મહેનતની નિષ્ફળતા ! અનેક રે! ફલેશ-કંકાસ! સર્વશૂન્યકારી મૃત્યુને અચૂક ડડે!” આમાં વૈરાગ્ય થાય એમાં આશ્ચર્ય શું? પાણીમાં રહેવું અને કહે મગરમચ્છ આવ્ય!” એમ આશ્ચર્ય કરવું? અરે! સમુદ્ર એટલે મગરમચ્છ હેય જ. સંસાર એટલે એમાં અરુચિકારી પદાથ-પ્રસંગ હેયજ; એ જ હેય. ત્યાં વૈરાગ્ય સહેજે થાય. સંસાર પદાથ પ્રસંગે તે સંતાપની ભેટ કરનારા છે. એનાથી વૈરાગ્ય સહજ છે. સંતા૫ હેય ત્યાં રાગ થાય? હૂંફ રહે? આસ્થા-બહુ માન હોય? પણ કહેશે, સુખ પણ મળે છે ! પરંતુ એ ભ્રાન્તિ છે. સુખની બ્રાતિનું નિદાન :
મુનિ શું કહે છે? એમને રગરગમાં સંસારની વિષમતાની ઓળખ થઈ ગઈ છે એથી એ ધનકુમારને કહે છે, “અરે મહાનુભાવ! એકાંતે જે કંટાળાનું ઘર, નકરા ખેદનું ઘર, એવા સંસારને વિષે વૈરાગ્યનું બીજું કઈ કારણ પૂછે છે?
સંસાર એટલા એકાંતે ઉદ્વેગનું કુલઘર ! ઉદ્વેગ તે ત્યાં બાપના ઘરની જેમ રહે.
તમે કહેશે-“અમને તે આનંદ દેખાય છે?, ને જ્ઞાની કહે છે, ઉદ્વેગનું કુલધર, અહીં કેણ સાચું, તમે કે જ્ઞાની? જ્ઞાની સાચા, તમે બ્રાન્ત. જ્ઞાનીએ ભ્રાન્તિનું નિદાન બતાવે છે. દારૂના કેફમાં ચઢયે હોય તેને ગટર બગીચા જેવી લાગે છે! છેલ ખાઈને હસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org