________________
૩૧૦
શ્રી સમરાદિત્ય • યશોધરમુનિ ચરિત્ર સંસારને બરાબર ઓળખી લઈ ચેતી જવા જેવું છે. જીવનમાં અનેક પાપાચરણેને અનેક પ્રેમના પ્રાયલ કે દ્વેષની આગે સળગાવતાં પહેલાં આ વિચારવાનું છે કે જીવન તે યેન કેન પ્રકારે પૂરું થઈ જ જવાનું છે. ગુણ અને ધર્મમય જીવન છે, તેય પૂરું થશે, અને દુર્ગુણ-દુકૃત્યે ભયુ હશે તેય તે પૂરૂં તો થઈજ જવાનું છે, પણ પછી એ કર્મની મહાવિટંબણાએ છે, અને અહીં પણ જે દુગુણ-દુષ્કૃત્યના સેવન પાછળ હૈયાહાળી છે, તે શા માટે એના નાદે ચઢવું? ઈર્ષ્યા, નિંદા, અસહિષ્ણુતા અને તે પણ કુટુંબીની આ પૂજ્ય સ્થાનીય સંધના ભાઈબંનેની પ્રત્યે? જગતના જીવ માત્રને જયાં મૈત્રીભાવ પિરસવા જેવું છે, કમથી વિડંબિત પ્રાણી માત્રને જ્યાં કરુણથી નવરાવી દવા યોગ્ય છે. ત્યાં આપણુ નિકટના જીવો ઉપર શ્રેષ? ઈર્ષ્યા ? અસહિષ્ણુતા? આ ધુંવાડીના ધાબા આત્મા પર પડી ગયા પછી પરલેકના પંથે ચડી ગયે એના દાણુ વિપાક કેવા દેખવાના? એ ધાબા શે મિટાવાના? અહી જીવતા છીએ અને ધર્મની સમજ છે ત્યાં સુધી એને ભૂસી શકાશે અને ઉપર મૈત્રીભાવ, દયાભાવ, સહાનુભૂતિ, વગેરેની ઉજળામણ લાવી શકાશે.
જીવન તે જોતજોતામાં પૂરું થઈ જશે ને એક સરખી રીતે જમરાજનું તેડું આવીને ઊભું રહેશે ! ત્યાં કોઈ ભેદ નહિ પડે, એક કહે હજી હું પાંચ રૂપિયા ય એક સાથે કમાયે નથી, તેમ એક સાથે ખાધા પણ નથી, ત્યારે બીજે કહે હું તો એકીસાથે પાંચ લાખ રૂપિયા કમાયો છું પણ હજી એ ખાધા ભેગવ્યા વિના બધાજ પડચા છે! બેમાંથી એકેયને જમરાજ મહેતલ આપે? ચેહ પર ભેદ પડે? ના, પાંચ રૂપિયા ચ ન કમાનારા અને બીજે પાંચ લાખ કમાનારા, બંનેના શરીરને એક સરખું ચેહ પર સૂવાનું, ને એક સરખી રાખરૂપ થઈ જવાનું ! આ જીવનમાંથી અણધાર્યા ડિસમીસ કરનાર જમરાજનું તેડું આવે એ પહેલાં આ કરો કે ચિત્તના અનેક કલેશ એછા ઓછા કરતા અવય. રાગ-દ્વેષાદિ કલેશાથી જીવનની પળ ભારે થાય છે, બરબાદી સર્જાય છે! સુરેન્દ્રદત્ત પ્રિયતમાના હાથે મૃત્યુ પાયે, મેર પણ એના હસ્તે મરણતોલ ઘા ખાય છે! એને ધર્મની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org