________________
કૂતરાના જડબામાં મોર
૨ ૭૯
હાથે? પતિ પત્નીના હાથે અને દાદી પતરાના હાથે ! નાટકમાં એક પછી બીજા પછી ત્રીજે પ્રસંગ ચાલતો આવે એમ અહીં ઝડપથી પ્રસંગે આ સંસારરૂપી રંગભૂમિ પર ભજવાલા આવે છે.
પડદાની બે બાજુનાં દશ્ય
વચમાં પડદે રાખીને બંને બાજુના પ્રસંગે કલપનામાં લા, શુ જણાય છે? એક બાજુ બેસાડો રાજા સુરેન્દ્રદત્ત, રાણું નયનાવલી, પુત્ર ગણધર અને માતા યશોધરા. રાજ્યાભિષેક થયા પછી ચારેય આનંદ કલેલમાં બેઠા છે ! ખુશી-મજાની વાત કરી રહ્યા છે! એક બીજા પર પ્રેમના ઊભરો ઠાલવી રહ્યા છે ! હવે પડદાની બીજી બાજુ આ દૃશ્ય લાવે કે નયનાવલી સુરેન્દ્રદત્ત પર ઘા કરે છે ! સુરેન્દ્રદત્ત પર યશેધર તૂટી પડે છે! અને યશોધરા ઉપર ગુણધર ઘા કરે છે ! સુરેન્દ્રદત્ત અને યશોધરાના જીવ મતની પીડામાં તરફડી રહ્યા છે !
આ બંને દ્રશ્ય નજર સામે ભજવાઈ રહેલા દેખે, શું લાગે છે? દિલ હચમચી ઉઠે છે કે નહિ? જે પારોમાં એક વખત પરસ્પર પ્રેમના કુવારા ઉછળી રહ્યા છે, એજ પાટૅમાં બીજી વખત પરસ્પર દ્વેષની જ્વાળાઓ ભભૂકી ઉઠે છે! આ જોતાં જાતને માટે એ વિચાર આવે કે નહિ કે અહીં અમારે પણ શું છે? આજે તો અમે પરસ્પર પ્રેમની લેવડદેવડ કરી રહ્યા છીએ પણ આની પૂર્વના ભવમાં કે પછીના ભાવમાં વિપરીત જ સ્થિતિ હશે એની શી ખબર?
જ્ઞાનીએ સંસારને નિગુણુ કહે છે તે શાથી? આવું બધું જોઈને જ ને? તમેય આવું એકી સાથે જુએ તો તમને સંસાર ગુણીયલ લાગે કે નિર્ગુણ નિર્ગુણ તે કેવો કે એને જાણે જીવની કઈ કિંમત નહિ ! પ્રેમની કેાઈ કદર નહિ! સંસારસેવક પર કઈ દયા ન મળે! જીવનું શ્ય-કારવ્યુ બધુ ધૂળ સમાન લેખી એના પર ભૂખ્યા વરૂની જેમ તૂટી પડે એ જ આ નગુણ સંસારને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org