________________
૩૦૪
શ્રી રામર દિત્ય યશોધર મુનિ ચરિત્ર ઉ૦ એ રીતે, કે આપણે, સ્નેહ-સેવા રાખીએ ને સેવાસ્વાગત કરીએ એમાં સામાના ગુણનું આકર્ષણ-આવજન હોય અથવા મિત્રી ભાવના ઝગમગે, એના ઉપર નેહ-સેવા કરવાની ધગશ વતી હોય. આ હશે તો સ્વાર્થ સરી ગયા પછી કે ઉપકાર મળતા બંધ થવા પછી પણ એ આકર્ષણ, યા મૈત્રી ભાવનાના બળ ઉપર કેળવાયેલ સ્નેહ-સેવા-વાગત ચાલુ રહેશે.
સ્નેહ-સેવા-સ્વાગત ત્રણેયની બલિહારી છે. માબાપ પર છેડકરે સ્નેહ રાખે એટલુ જ બસ નથી, એણે સેવા પણ કરતા રહેવું જોઇએ.
એમ સ્નેહ રાખે અને સેવા કરે એટલેથી પતતું નથી, એણે માબાપનાં સ્વાગત પણ કરવાં જોઈએ.
નેહ તે રાખે પણ હાડકાં હરામ કરવા હોય કે બીજી ત્રીજાનું સંભાળવું હેય એ કેમ ચાલે? ખાલી સ્નેહથી શું પતે?
એમ, સ્નેહ રાખે, ને સેવા ય કરી પરંતુ એમનાં અપમાન કર્યા, ઉતારી પાડયા કે બીજા આગળ ઉતરતા ચિતર્યા, હલકઈ થાય એ ગાંડિયે વ્યવહાર કર્યો એ શું કામનું ? એથી તો છતી સ્નેહ-સેવાએ એમનાં હૈયાં ભાંગી જાય, એમની. હલકાઈ થાય; માટે એ નહિ, નેહ-સેવા સાથે સ્વાગત, બહુમાન અવશ્ય કરવા ઘટે.
મેરનું આવી બન્યું નિઃસ્વાર્થ ભાવના કરેલા સ્નેહ-સેવા-સન્માન એ પછીથી પણ એના સુસંસકાર બળે જચત રહે છે. અહી તો નયનાવલીએ પતિની ઓળખાણના કાળમાં ય એ નથી રાખ્યા, તે હવે ઓળખાણ વગરના મેરની પ્રત્યે શાના સનેહાદિ રાખે? મેર ડહાપણ ડેનત લાગે કે એ ગુસ્સે થઈ ગઈ અને એક કાળું તે કરતી હતી, એમાં બીજું કાળું આ ક્યું કે એ નેકરની લેખડની પરાળ લઈને ઝીંકી બિચારા મેર પર! એક પાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org