________________
મેરની વિટંબણા
૨૯૮
મુનિ કહે છે, “અવાજ બંધ પડો એટલે બાજુની ચિત્રશાળાની બારીના ભાગમાં મારી નજર પડી તો મેં શુ દી કું ? ચિત્રમય ખંડમાં મારી જ પૂર્વની પત્ની નયનાવલી પેલા કબડા નેકરની સાથે શયનમાં કામકીડા કરતી હતી. એ જોઈને હું ઉહાપેહમાં ચઢયો કે, “આ કાંક મેં જોયું છે, કયાં જોયું?” ચિંતવતાં મને જાતિસ્મરણ જ્ઞાન એટલે કે પૂર્વ જન્મનું સ્મરણ થયું. સ્થિતિ પામી ગયે;
પણુકર્મની પરવશતા ભૂંડી! અસૂયા–અસહિષ્ણુતાની આગ ભારે !
તે મને ભયંકર ગુસ્સો ચઢી આજે મનને થયુ, “ અરે ! આ લુચ્ચી હજી પણ આ ધંધા કરે છે ! મારી સાથે ચારિત્ર લેવાની વાત કરતી હતી, મારા પર ગાઢ રાગ દેખાડતી હતી તે દુષ્ટા આ ખેલ ખેલે છે? મારાથી સહેવાયું નહિ ને રહેવાયું નહિ, તે ચાંચ અને પગના નખથી ખણવા મંડ્યો. પણ પેલી ય ત્યારે આ ક્યાં સહન કરે એમ હતી ?'
જાતિ સ્મરણ થાય તે શું કરે?
જુએ જાતિ સ્મરણ જ્ઞાન થયું પણ એના ઉપર શું કરવાનું ? અસૂયા કે પશ્ચાતાપ? ૫૫વૃદ્ધિ કે પાપત્યાગ કેટલાકને ઓરતા થતા હશે કે, “અમને પૂર્વ જન્મનું સ્મરણ થાય તે જાત અનુભવ જાણવા મળવાથી ધર્મ પર વધુ શ્રદ્ધા, વધુ ઉદ્યમવાળા બનીએ, પણ ભૂલા પડતા નહિ, કેમકે, ધારે કે જાતિમરણમાં જોયું કે પૂર્વ ભવમાં અમુક જગાએ ધન દયું છે, અને અત્યારે એ સ્થાનને માલિક એ બેઠે છે કે તમારું ચાલવા દે નહિ, તે દેખીને મનને શું થાય? અથવા માને કે જાતિસ્મરણમાં પૂર્વ ભવને કઈ દુશ્મન દેખે જેણે તમારૂં બગાડયું હતું ને એના પર દાવ અજમાવવાનું રહી ગયું હતું, એ દેખીને શું થવાનું? વૈરાગ્ય? પાપને પશ્ચાતાપ કોધ-લોભાદિ ક્યાય સિરાવવાનુ? ભગવાન ભગવાન કરે, દિરહી હજી દૂર છે એ પરિસ્થિતિએ પહેાંચવા માટે ! આંતરનિરીક્ષણ કરી જુઓ કે અહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org