________________
૨૯૦
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર ભેદ છે.” એમ અહી વિચારવાનું છે કે “દાનમાંથી બચ્યા, પરેપકારમાંથી બચ્ચા, તે ખરે ખર કમાયા કે ગુમાયુ? સંસારકળાએ ઠગાયા કે ન્યાલ થયા?
ઘણું બધી સંસા૨કળા જાણીએ છીએ, અને વાપરીએ છીએ, સારૂ ડું કરી ઘણું મનાવીએ છીએ, લુચ્ચાઈ રમીને વહાલેસરીમાં ખપીએ છીએ, હૈયામાં સ્વાથ અને ઈર્ષ્યા ભરી છે, પણ બહાર ભલાઈ અને ગુણાનુરાગ ધરનારા તરીકે જશ લેવાય છે, આ બધી સંસારકળાની અજમાયશ છે. એમાં આત્માનું વાઈ રહ્યું છે, જડતા અને નિકુરતા વધી રહી છે. ઉત્તમ ભાવ હારી જવાય છે, અને તે કાળે મળેલ આ સંશોધન અને આત્મસ્વાતંત્ર્યની તક બરબાદ થઈ રહી છે! જેની ખાતર કુટિલ સંસારકળાએ અજમાવીએ છીએ એ નાશવંત વસ્તુઓ શુ બહુ આપણને પરખાવી આપવાની છે? એ તે સંસારપાટમાં રઝળતા કરી દેનાર છે. સંસારકળા પડતી મૂકે, ધર્મકળા ખૂબ ખૂબ ખીલવે; તે જાતનું અને બીજાનું ભલું થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org