________________
૨૮૬
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર વિટંબણું દેખાડવાના છે. ત્યારે અહીં પણ શું છે? કળામાં ક્યાં બધાય સફળ જ થાય છે? ઘણાં સટેડિયા માર ખાઈ ગયા.
સંસારકળામાં હજામને માર
એક હજમ ભાઈ હતા. રોજ મેટા શેઠની રાતે પગચંપી કરવા જાય. શેઠ પાસે બીજા અનેક દુલાલ ને વેપારી આવતા, તે અલકમલકની વાતો ચાલતી. પણ બધી જ સંસારકળાની હે. ધર્મકળાની વાતેનાં સ્થાન આજે શેધવા નિકળવું પડે !
એકની આગળ વેપાર રોજગારની બડી બડી વાત સાંભળી હજામને ય પાણું ચઢી જતુ એટલે અવારનવાર શેઠને કહે,
“શેઠ સાહેબ! મને ય ભાઈસાબ! શેડો વેપાર કરાવો ને.” શેઠ કહે, “ભાઈ ! તારું કામ નહિ. એ તે જેનું કામ જે
• પણ તે શેઠ સાહેબ! અમે શું હજામ એટલે વેપાર ના કરી શકીએ ?
'* ના ભાઈ ના, ન કરી શકે, હજામનું કામ હજામ જાણે, ને વેપારનું કામ વેપારી.”
શેઠ સમજાવે પણ પેલો માને નહિ, કેમકે એને “હુ ય એક વેપારી છું” એ ઠસે જોઈએ છે, અને સામટા રૂપિયા ભેગા કરી લેવા છે. આ બેના મેહમાં માણસ મરી રહ્યો છે. જિંદગી કેટલીય વહી જવા છતાં એને વેપારીપણાને ઠસે અને છલબલ લમી,-સાજા છીએ ત્યાં સુધી રૂપિયા ઘર ભેગા કર્યે રાખે,”
આ બેને મેહ ઉતરત નથી પછી ત્યાં પરલોકનો ભય પાપને ઉદ્વેગ, અને ધર્મનું જોમ કયાંથી ખીલે?
હજામને તાન ચડયું છે. શેઠ વારે વારે ના કહે છે એટલે એક દિ' એ શેઠને કહે છે, “તો રહેવા દેજે શેઠ સાહેબ! એમ તે મને વેપાર કરતાં આવડે છે, બતાવીશ અવસરે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org