________________
૨૮૪
શ્રી સમરાદિત્ય ૦ થશોધર મુનિ ચરિત્ર
સંસારકળા થઈ.
ધર્મોપદેશની પણ કળા જે દુનિયાનું રંજન કરવા ને પ્રતિષ્ઠા મેળવવામાં વપરાઈ તે એ ય સંસારકળા! એક માત્ર આમેપકાર માટે જ એ શીખાય, વપરાય તે એ ધર્મ કળા કહેવાય. તા-પર્ય એ છે કે માનાકાંક્ષા પ્રતિષ્ઠાને મેહ, પૌગલિક લાલચ, વગેરે છોડો, તે જ ધર્મ કળાને પણ સંસારકળા બની જતી અટકાવી શકશે. ધમકળાથી પણ કંચન અને કીર્તિ ખરીદવાનું મન થાય તો એ સંસા૨કળા ગણાશે.
બાકી સંસારકળામાં તાલબાજ થવામાં ક્યાં અને કેટલુ બાકી રાખ્યું છે? ભવે ભવે એ શક્ય એટલી કેળવી છે. હવે માનવતાના ઉચ્ચ થાળે અને જૈન શાસનના વાડામાં આવી ગયા પછી શા એના ને એના મહ? સ્ત્રીઓ હાંશિયારી દેખાડે છે, ગૌરવ લે છે “જુઓ ત્રણ વેલણ મારતાં રેટલી તૈયાર!” પણ એમાં શું થયું? એ તે સંસારકળા છે. સંસારકળા એટલે તે માત્ર પશુતા સુધીને વિકાસ માનવતાના વિકાસ કરવા હોય તે ધર્મ કળા કેળવે. મન એકાગ અને હૈયું ભક્તિભીનુ રાખી ધર્મ શાસ્ત્ર સારૂં શીખાય એ જુએ. તપ પ્રસન્નતા-કુલિતતાથી થાય એવું કર. ખાવાની કળામાં પાવરધા થયે થી માણસાઈ? આહાર સંજ્ઞાના પેષણ એ તો સંસારની કળા; તપશક્તિના વિકાસ થાય એને ધર્મકળા કહેવાય.
કેઇન કેઈથી અદાવત થઈ, આપણે એને લડવાની પ્રેરણ કરી અને હરાવવાની તરકીબ બતાવી, એ શું? સંસારકળા. પરંતુ બંનેનું અથવા એકનું મન શાન્ત શ્ય, ક્ષમાશીલ બનાવ્યું, તે ધમકળા વાપરી ગણાય.
આજે મુંઝવણને કાળ છે ને? એમાં જો તમે બીજા ને એવી જ વાત કરી કે જેથી એને કષાય વધ્યા, અસમાધિ વધી, તે એ વાતની હોંશિયારી એ સંસારકળા. ધર્મોપદેશમાં આ બહુ સાચવવાનું છે, નહિતર એ ય સંસારકળા બની જાય. બોતાને કષાય છે, દા. ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org