________________
ધનકુમારને પ્રશ્ન
મુનિપણુની અનુમેરનાઃ
ધન વિચારે છે કે, “એહે, શું આમનું તેજ! અરે એમને પુરુષાર્થ કે જબરજસ્ત ! આ અવસ્થામાં આવે માગ લીધે છે? આ પરે માગ લીધે છે તે એ માગની સુંવાળા મનથી જોરદાર સાધના ન થાય. સાધનામાં તો મન કઠોર હેય. વળી શી એમની માનતા છે! લાવણ્ય કેવું સરસ! જગતના વિષય તરફ કેવી એમની નિઃસ્પૃહતા છે! દેવતાઈ વિષયે સામે આવે ભલે ને, પણ પરવા નથી; ને આ બધું પાછું ખીલતી યુવાનીમાં છે! આ ખીલતી યુવાનીમાં કામદેવ પર કે જબરદસ્ત વિજય મેળવ્યો છે! ધન્ય જીવન! ધન્ય આત્મા! ધન્ય કુળ! ધન્ય દેશ! ખરેખર એ દર્શનીય છે! ઉપાસનીય છે! ધરાયા વગર વીસ કલાક સેવા કરવા લાયક છે!” આંખ ને કાયા ધરાઈ ગઈ પછી તે કદાચ દર્શન થાય તે તે થવાનું બળાત્કારે.
પરમાત્માનાં દર્શન કેવાં જોઇએ? વગર ધરાએલી આંખે થવા જોઈએ. માત્ર પહેલી બે મિનિટ ચાર મિનિટ નહિ, પણ જોઈએજોઈએ ને જોવાની લાલસા વધતી જાય. તમને થશે, એ કેમ બને?” બને. પ્રભુમાં નવું-નવું પરાક્રમ વિચારે, મેહદર્શનના ભયંકર અનર્થ સમજે, અથવા યોગબળ વધારવાની ભૂખ જગાડે તો પ્રભુ દર્શનમાં ધરાઈ નહિ જવાય. કવિ કહે છે, ' “અમીય-ભરી મૂર્તિ રચી રે,
નિરખત તૃપ્તિ ન હોય!”
અમૃતને કુંડ જોતાં આંખ ધરાતી નથી, એમ વગર થાકેલી કાયાએ જોવાલાયક આ મહાત્મા છે, એમ આ ધનના હૃદયમાં વસી ગયું. આ નજીક,વંદના કરી, બીજા મુનિઓને પણ વંદના કરી, સૌએ ધર્મલાભની આશિષ આપી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org