________________
૨૭૨
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર માંડ્યો અને એ રીતે પાપકર્મથી પાષા, મારૂં શરીર વિસ્તાર પામતું ગયું. શરીર વધવા સાથે પાપ વધવા માંડયા !
પિટની કેડી સાથે પાપની કોઠી ભરવાની?
આ ચરિત્ર સાંભળતાં વિવેકી ધનકુમારને શું થતું હશે? મન પીગળી જ જાય ને? એમ થાય કે “અહે! આ સંસાર ? અહી પાકી સ્નેહી ગણાતી માતાએ અને પ્રાણપ્યારી કરેલી પત્નીએ આ કેવી દુર્દશા કરી? આ તે સ્નેહી કે શત્ર? પણ જ્યાં ચામડા સાથે સગાઈ હોય, સંબંધ દેહના હૈય, આત્માના નહિ.
ત્યાં શી સારી આશા રખાય ? બિચારા મેરના અવતારે ! એક વખતને માથાના ધોળા વાળને ધર્મદૂત સમજી વૈરાગ્ય પામી જનારે, “મારે હવે રાજ્ય ને પાટ, વૈભવ ને વિલાસ કાંઈ ન જોઈએ, હવે તે સંસારનો ત્યાગએમ નક્કી કરનારે, એવા પરાક્રમીને પણ મેહે ગબડાવ્યો તે એટલી હદ સુધી ! !
મોર થઈને કીડા ખાઈ પેટ અને પાપ બંનેની કોઠી ભરે છે ! પેટની કેઠી તે ભરવી પડે, પણ પાપની કેઠી ભરવાની?”
આ વિટંબણું સૂચવે છે કે ક્ષણમાત્ર ભરોસે રહેવા જેવું નથી કે મને હવે સારી ભાવના થઈ ગઈ, શી ચિંતા છે?” હવે તો સારી ભાવના થઈ એટલે વધુ સાવધાન બનવાનું છે, જે આગળ વધવું હોય છે. ક્યાંય પણ ગફલત ન થઈ જાય, ભૂલભુલામણુંમાં ન પડી જવાય એની ભારે તકેદારી રાખવાની છે. માણસ કંઈક સારૂં કન્ય કરતાં ભૂલ કરી બેસે છે અને પછી તેનું કલંક ચઢે છે ધર્મ પર ! અજ્ઞાનીઓ કહે છે ને કે સંધ કાઢે એને પછી દેવાળું નીકળે છે ! શું સંઘ કાઢ એટલે પાપદયને નેતરું? ના, ખરી રીતે સંઘ કાઢયા પછી પુણ્યના અતિ વિશ્વાસમાં સટ્ટો કરે, ગજા ઉપરાંતના ધંધા કરે, આડું અવળું કરે, એટલે દેવાળું નીકળે, ત્યાં ધમનો શે દેશ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org