________________
૧૮
મહાત્મા યશેધરની
આમનું રૂપ છે! કેવું શુદ્ધ ચરિત્ર છે! અહે કાન્તિ! અહેસૌમ્યતા! અહે આમને પુરુષાર્થ ! અહે મૃદુતા! અહે એમનું લાવણ્ય! વાહ! કેવી વિષય પ્રત્યે નિસ્પૃહા! અહે એમનું યૌવન! કે સુંદર કામવિજય!'.ઉપરાઉપર વિશેષતાઓ જેતે ચક્તિ થતા જાય આમાં એને થયું “અહે, મુનિની કેવી કાન્તિ!'
કાન્તિ એટલે બીજાને દબાવી દેનાર તેજ નહિ, મધ્યાહ્નના સય જેવી ઉચતા નહિ. માટે કેટલાક જે આક્ષેપ કરે છે કે, “સાધુ પ્રહાચારી છતાં મેઢે તેજ કેમ નથી દેખાતુ?” એ આક્ષેપ પેટે છે. આ પ્રશ્ન શા માટે પૂછાય છે? એ સમજે છે કે મેઢા પર લાલિમા તે તેજ! આ શાના જેવો પ્રશ્ન છે?
એક સતી હેય, બહુ જ મૃદુ હૃદયવાળી હેય, સુશીલ હેય, મર્યાદાશીલ હોય, એને વેશ પણ મર્યાદાબ હોય ત્યાં કઈ પ્રશ્ન કરે કે-આ સતી છે તે તેના મેઢા પર તેજ કેમ દેખાતું નથી ?એ પ્રશ્ન શું સમજીને કરે છે? એ સમજીને કે તે જ એટલે પાવર દેખાવે જોઇએ, વર્તાવમાં ઝાકઝમાલતા જોઈએ! શી ઝાકજમાલતા ? ગમે તેની સાથે છુટથી બેલે તે? રસ્તા પર ઉઘાડા માથે ધમ-ધમ કરતી ચાલી જાય તે? આ તેજ તે છુટીનાં, સતીનાં નહિ. સતીપણાનાં તેજ એટલે ગમે તે રૂપાળે કે અનુકૂળ પુરુષ સામે આવે છતાં ઊંચી આંખે નહીં જોવાનું દહ સવ! આપત્તિમાં પણ પતિશરણની જ દુહ ટેક! આ સતીનાં તેજ કહેવાય.
ત૫-હાચર્યનાં તેજનું મા૫ હૃષ્ટપુષ્ટતાથી કાઢે તેને તેજની ગમ નથી. એને ખબર નથી, કે ત૫-તેજ એટલે? હાડ ને માંસ સુકાવી નાખ્યાં હોય છતાં આહાર-વિષયની દુષ્ટ સંજ્ઞાની ગુલામી તેડી નાખી સર્વ પ્રગટ કર્યા હોય. આહાર અને વિષયેની સામે વિજયવંતા સત્ત્વ, નિરીહતા, અને અનાસકિત એવાં પ્રગટ કર્યા હોય કે એની જરાય અંજામણુ-લલચામણું નહિ એટલી તપમાં મસ્તી. તપ એટલે વિકારમાં ઉછળતી અંતર્ધાતુઓને તપસ્યાથી તપી તપીને શાંત કરવાની. ને આત્માની સુખશીલતાના સ્વભાવ પર અંકુશ મૂકે તે તપનું તેજ! ઈદ્રિ પર પાકે અંકુશ મૂકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org