________________
૨૫૪
શ્રી સમાદિત્ય , અશધરમુનિ ચરિત્ર
આવું માનતા નહિ, કેમ કે આપણું એ ગળ્યું નથી કે ઘેરાવમાં પડયા રહીએ અને દુર્યાન ન થાય. વિચાર તો કરે કે ચકવતીનું સ્ત્રી રત્ન છઠ્ઠી નરકમાં કેમ જતુ હશે? વિષયાંધતા, સુખશીલિયાપણું અને મહાપરિચહ એને એ ધ્યાનમાં ચઢાવે છે કે નરક અને તે પણ છઠ્ઠી નરક દેખાડે છે.
સર્વ કેમ હણાય છે? સુખશીલિયાપણું એક એવા ખતરનાક દુર્ગુણ છે કે
એના લીધે પછી શારીરિક કેઈ અગવડ, પ્રતિકૂળતા અને પીડા સહર્ષ વધાવી લેવાનું, સમભાવે સહી લેવાનું સર્વ નથી રહેતું, સર્વ હણાઈ જાય છે. ત્યારે પુણય લુલાં મળ્યાં છે, પાપ પાવરધાં મળ્યાં છે, એટલે ડગલેને પગલે પુણ્ય તૂટી અને પાપ ઉદયમાં આવી આવીને કેાઈ પીડા, પ્રતિકૂળતા દેખાડી જાય છે. હવે જીવને તે સુખશીલિયાપણું છેડવું નથી, સહન કરવાની ટેવ માંડવી નથી, ખડતલ બનવું નથી, તે દશા કઈ? સવહીનતા; જરા જરામાં “હાય !' અરે રે !” “એય ! ” સહન નથી થતું? ...આવું જ કાંક ને? શુ છે આ બધું? આતયાન. જરા જરામાં આમ થાય, તે પછી વધુ પીડા અને આકરી વેદનામાં આ, ધ્યાનને ઝપાટો કેવો? ખરું સત્વ જ આ હટાવવામાં છે.
એટલે જ, આ વિચારે કે.
જનમ જનમનાં ઉપાજેલાં કંઈ પાપકર્મ આત્માને પ્રજાને પડ્યાં છે. એ કેવાં કેવાં છે, કેટલાં ઉગ છે, કયારે ઉદયમાં આવશે...વગેરે ખબર નથી. ઉદયમાં આવશે એ ચેકકસ છે. એ ઉદયમાં આવ્યાં પછી હસે કે સઓ, એ એને ભાવ ભજવવાના છે; અને એ ભગવ્યે જ છૂટકે છે. ત્યારે ધ્યાન આ રાખું કે એવા ગુપ્ત અશુભ કર્મના ઉદય વખતે હાયય ન કરું, વિહવળ ન બનું, કઈ પ્રકારના આતંધ્યાનમાં પડું નહિ.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org