________________
આર્તધ્યાનને ત્રીજે પ્રકાર વેદના અંગે
૨૫૩
શાતાને અનુભવ કરાવે છે. ધન જાય, કુટુંબનું મૃત્યુ થાય, અપમાન થાય, ઈત્યાદિ તો એવા છે કે એને મન પર જ ન લે તો પીડારૂપ નહિ બને, અશાતા નહિ કરે. નળ-દમયંતી, રાજા હરિશ્ચંદ્ર વગેરેએ મેટાં રાજયપાટ આદિ ગુમાવ્યાં, છતાં એટલું બધું મન પર ન લીધું તે એવા પીડા-વ્યાકુળ ન બન્યા, હાયવોય, કપાંત, વિહુ વળતા વગેરેમાં ન પડથા, પણ અહીં રેગ, પ્રહાર, આદિમાં તે આત્માને સીધે અશાતાનો અનુભવ થાય છે, અને ત્યાં સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બની જાય છે, જીવ ઝટ હાયવોય વગેરેમાં પડી આતયાનને ભેગ બને છે; અને મન પર કાબૂ ન રહે તે રૌદ્રધ્યાન પણ આવી લાગે છે. શાસ્ત્ર કહે છે,
આર્તધ્યાન તિર્યંચગતિમાં લઈ જાય છે, અને રૌદ્રધ્યાનને વેગ
નરકગતિમાં ઘસડી જાય છે.
જીવનમાં ધર્મ સાધના કરી હોય, છતાં આ ધ્યાન માનવ જીવનથી ભ્રષ્ટ કરીને તિર્યંચના અવતારમાં ન પટકી દે એ માટે ખાસ ચેતીને ચાલવાનું છે. વિચારો, કે ધર્મસાધના કરી છે છતાં એકવાર તે દુગતિમાં ભટકાઈ જવું પડે, એ કેટલી દયાપાત્ર સ્થિતિ?
દુર્ગતિમાં કેણુ લઈ જાય છે? દુર્થાન લઇ જાય છે આ પ્રબળ કારણ છે. દુનને પોષનારા છે ધન, માલ, વિષયે સુખશાલિયાપણું, અને હિંસાદિ પાપિ તથા મિથ્યાત્વ અને માનાકાંક્ષા, હુંપદ વગેરે કષાયે. એટલે એ બધા દુગતિદાયી બને છે.
ત્યારે એમ નહિ કહેતા કે “આ બધું કરીએ અને દુર્યાન ન કરીએ તો તે દુગતિ ન થાય ને?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org