________________
૨૫૨
શ્રી સમરાદિત્ય ૦ થધરમુનિ ચરિત્ર કર્યું હશે, તેથી તિર્યંચગતિમાં ચાલ્યા જવાનું બને છે.
કર્મને કેઈની શરમ નથી પાર્શ્વનાથ ભગવાનના જીવ મરુભૂતિને વેરી બનેલા ભાઈ કમઠના શિલાપાતથી જે મૃત્યુ થાય છે, એ વખતે અસર વેદનાની હાયવોય, તથા આકુળતા-વ્યાકુળતા અને અનિ ? સયોગની વિહવળતામાં આધ્યાન થયું હશે તેથી મરીન એ તિર્યંચગતિમાં હાથીના અવતારમાં ચાલ્યા જાય છે. સમ્યકત્વ પામેલા હતા, તીર્થકરને જીવ છે, છતાં કર્મને શરમ નથી. વધુ પડતી વિહવળતામાં પડે અને સમ્યકત્વ બાજુએ ખસી જાય, તે દુગતિમાં ધકેલી દેવામાં કમને કેાઈ સંકેચ નથી. પીડા ચીજ એવી છે કે એની વ્યથામાં બહુ હાયવોય અને આકુળતા. -વ્યાકુળતા થવાથી જાગૃતિ જતી રહે, આત્મભાન અને તત્ત્વદુષ્ટિ લુપ્ત થઈ જાય, અને આ ધ્યાનમાં પડી જવાનું બને. તે ય આમાં બીજાને મારવા વગેરેના રૌદ્ર પરિણામ ન જગાવાય તે આત ધ્યાન નહિતર તે રૌદ્ધ ધ્યાનમાં પડવાનું થાય. માટે જ પ્રભુ પાસે આરોગ્ય માગવામાં આવે છે
કેઈને કદાચ એમ થશે કે અરે ! પ્રભુ પાસે બાધિલાભ જિનચરણસેવા અને મેક્ષ વિગેરે માગવાનું કે આરેગ્ય?
પણ એમને કહે- આરોગ્ય પણ એટલા માટે માગવાનું છે કે રેગની વેદનામાં કદાચ ધર્મસાધના ન ગુમાવાય. તિયચગતિમાં લઈ જનારૂ આ યાન ન થઈ જાય અને પરલોક ન બગડે. દુનિયાના આરંભસમારંભે, વિષયે અને કષાયોમાં કદાકુદ કરવા માટે અરોગ્ય નથી માંગવાનું. એ તે સાધનાસમાધિ માટે, આર્તધ્યાનથી બચવા માટે અને આત્મજાગૃતિ ન ગુમાવાઈ જાય એ સારૂ આરોગ્ય માગવાનું છે,
વેદનામાં વધુ સાવધાની કેમ જોઈએ? રોગ વગેરેની વેદના ચીજ એવી છે કે એને મન પર ન લે તો પણ સીધી શરીરને આત્માને પીડા આપે છે, આત્માને અ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org