________________
२४८
આર્તધ્યાન નહિ આવે. એ કેમ ભૂલું છું કે
શાતાને રસ અને અશાતાની ભડક તે આત્મામાં રાગ દ્વેષને હલાવે છે, એથી કર્મબંધન વધીને ભવિષ્યમાં નવી અશાતાને નક્કી કરી આપે છે !
જેવી ભડક છે, અણગમે છે, એવી અશાતા નક્કી થઈ એટલે કેટલી દુર્દશા? તે આવા રસ અને ભડક હવે શા સારુ રાખ્યા કરવા? નહિ, હવે તો એ ડતા મૂકું, એને તુચ્છ લેખું, ખતરનાક ગણું, કાયરતાનાં લક્ષણ માનું, આત્માને એવો સવશીલ બનાવું કે એમાં લહેવાઈ જવાનું મન થાય.”
આવા વિચાર ર્યા કરે તે શાતા-અશાતાના રસ અને ભડકના વેગ ઓછા થતા આવે.
એ થાય એટલે ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ મળી પડે.
પછી એના સોગ-વિયેગમાં બહુ રતિ-અરતિ કરવાની વાત નહિ, તેમ એના આધ્યાનની ધંસ નહિ.
એટલું ધ્યાન રાખજો કે શાતાને રસ અને અશાતામાં અકળામણ જીવને કાયર બનાવે છે, કંગાળ બનાવે છે. એમાં સવ હણાય છે, સત્ય છે ત્યારે ખીલે કે શાતા-અશાતામાં અવિકારી રહેવાય નહિ ઉન્માદ, નહિ ઉગ. આની પરવા નથી એટલે ઈષ્ટ–અનિષ્ટ ઉપર તરવદષ્ટિ ભૂલી રતિ-આરતિ અને આત ધ્યાન કરવા બેસી જવાય છે. પછી તે કષાને શિકાર બનતાં વાર નહિ, હિંસાદિ પાપમાં દાડતાં કેઈ સંકેચ નહિ! ક્રોધાદિ કષાય અને હિંસા-જૂઠ વગેરે પાપાચરણ એ પરાકમ નથી, કયરત છે, કંગાલિયત છે. તે કાયર ન બને,
જડના અદના સેવક અને કર્મના કંગાલ કદી ન બને.
એ માટે ઇષ્ટ-અનિષ્ટની કપના ફેર, ઇન્દ્રિો અને કાયાની દષ્ટિએ નહિ, પણ આત્માની ઉન્નતિ—અવનતિની દષ્ટિએ જોવાનું રાખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org