________________
સ્થિતપ્રજ્ઞતા
૨૪૫
ખરી વાત એ છે કે મૃત્યુ વખતે ધર્મધ્યાનની ધારા ચાલુ હેય એ મહાન ચીજ છે; કેમકે એ પછીના ભવે ધર્મસાધનાનું નક્કી કરી આપે છે. ત્યારે જે વધારે જગ્યા તે ખરા, પણ મૃત્યુ વખતે એ ધર્મધારા ચાલુ ન હોય તો પછી ભવ બગડી જાય છે. ધર્મ મળવો મુશ્કેલ બની જાય છે. એટલે અત્યારે વહેલા પણ આવેલા મૃત્યુ વખતે ધર્મયાનની ધારા ચાલુ રાખી, પછી કઈ ડરવાની કે અફસી કરવાની જરૂર નથી.
વીરતા પણ એ છે કે અકાળે પણ આવતી આપત્તિમાં ક્ષત્રિય બચ્ચાની જેમ જરાય મુંઝવણ ન કરતાં એને વધાવી લઈ સારૂં તત્વ કમાઈ લેવું, પણ કાયર ગરીબડા બની હાય વોય ને દુર્થાન ન કરવું. ત્યારે કાયર બનવા છતાં ય આપત્તિ સર્જનારા કર્મ ક્યાં કેઈને છેડે છે? ક્યાં વસ્તુસ્થિતિ સુધરી જાય છે? આપત્તિ આવવાની તે આવે જ છે, આવીને પાછી હટતો જ નથી. માટે મૃત્યુ જેવી આપત્તિથી પણ હું ગભરાતે નથી. એ એનું કામ કરે, હું મારુ ધર્મધ્યાનમાં ઝીલવાનું અને આ અખિલ વિશ્વમાં એકમાત્ર શરણભૂત અરિહંતાદિ ચારનું શરણું જ રાખું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org