________________
સ્થિતપ્રજ્ઞતા
સારી દેખાતી ઘણી ચીજોમાં નરસાપણુ પડેલું જ છે.
એ બરાબર સમજી રાખીએ તા સ્થિતપ્રજ્ઞ બની રહીએ. સ્થિતપ્રજ્ઞ એટલે ? પ્રજ્ઞા જેની સ્થિત છે, સ્થિર છે, અધિકૃત છે; ચ’ચળ નથી, અનવસ્થિત નથી, વિકાર પામનારી નથી, સારૂં દેખાયુ' ત્યારે જે શુભ ભાવ દિલમાં હતા, હવે નરસુ· દેખાતા એ ચલિત ન થાય અશુભ ભાવમાં પલટાઈ ન જાય. પહેલાં સંપત્તિ હતી, અનુકૂળતાઓ હતી અને ધર્મની ભાવના હૃદયમાં ઝળહળતી હતી, કુંતિ તરવરતી હતી, ને મન સ ંતેષની મસ્તી અનુભવતું હતું; હવે આપત્તિ આવી, પ્રતિકૂળતા ઊભી થઇ, છતાં ધમ ભાવના, કુંતિ અને સસ્તી લેાપાય નહિ, અદૃશ્ય ન થાય, અને એના બદલે પાપભાવના, સુસ્તી અને દીનતા ન ઊભી થાય,-એનુ' નામ સ્થિતપ્રજ્ઞતા. પ્રજ્ઞા એટલે વિવેકભરી બુદ્ધિ એ સ’ષ-વિષમાં સારા-નરસામાં, તે સગવડ-અગવડમાં એકસરખી રહે; પણ વિવેક મટીને અવિવેકભરી બુદ્ધિ ન થાય. પાપી વિચાર, દીનહીનતા, એ અવિવેક છે; ત્યાં પ્રજ્ઞા નથી રહેતી, કુમતિ આવે છે, શુભ વિચારમાં ચચળતા આવે છે, ધૈય ગુમાવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org