________________
વિશેષતાઓ
નિર્વિકાર સ્વભાવ, અછઘ-અભેદ્ય સ્વભાવ ઉપરાંત બે મુખ્ય વાત આવી, એક તે જડ-પુદગલ અને મેહાંધ જીવેના વભાવની વિચારણ, તથા બીજુ ઠેઠ લાંબા ઉતરીને કાર્યકારણુભાવની વિચારણા, આ બે સમજવા જેવી છે. કેમકે પછી એને ઉપર બહુ રાહત આપે છે.
(૧) “જડ પુદગલને સ્વભાવ' સડન, પડન, વિશ્વસનને છે. મજબૂત પાયા ની પથરી ઈમારતે પણ સમય જતાં નાશ પામી જાય છે. અરે! શાશ્વત મેરુ જેવા પદાર્થોના પણ અણુએ અસંખ્ય કાળે બદલાઈ જાય છે. પુદગલ ધની અસંખ્ય કાળથી વધુ ટકવાની સ્થિતિ જ હેતી નથી. હવે વિચાર કરે કે જીવને લહેવાઈ કે કરમાઈ જવાનું જે પુગલ ઉપર થાય છે, એ પુદ્ગલને આ સ્વભાવ વિચારીએ તે એકદમ લહેવાઈ કે કરમાઈ જવાનું છે માટે હોય? રસ્તે જતાં કોઈને બંગલે જોયે, ઝટ ખુશ થયા, શા સારુ ભાઈ? બંગલે જડ-પુદગલ છે, આજે જે સુંદર દેખાય છે; તે એ ટકવાને નથી. એમાં ફેરફાર થયા કરવાનું છે, અને નાશ પામવાને છે. હવે એના પર ખુશ શું થવાનું ? એમ, કાંઈ ગંદવાડ જેવામાં આવ્યું ત્યાં મેં બગાડી નારાજ શી કરવી'તી? કેમકે એય પુદ્ગલ હેઈ પરાવર્તનશીલ છે. આજે ગંદા દેખાતા પુલ કાળક્રમે ફેરફાર થઈ સારાં બની ઠેઠ ખાવા સુધીમા આવે છે. જેના મળના પુલે ખેતરમાં ખાતરરૂપે પડી માટી ભેગાં ભળીને બીજમાંથી સારે પાક થવામાં ટેક પુરે છે ને? આખા વિશ્વમાં પુલના પરિવર્તન ચાલુ છે. એ સડે છે, તૂટે છે, નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે. એને લક્ષમાં રાખીએ તે પછી એના તત્કાલના ભાવ પર આપણે કેઈ અસર શા માટે લઈએ? - જેમ જડવભાવ, એમ હાંધ છના સ્વભાવને વિચાર પણ અલિસ રહેવાને બળ આપે છે. જીવનમાં કેટલાય ના પ્રસંગમાં આવવું પડે છે, એના તરફથી આપણને અનુકૂળઝતિકૂળ વર્તાવ થતાં આપણે સુખી-દુખી થઈએ છીએ, રાગ-દ્વેષ કરીએ છીએ, આ અસર લીધી, લેપાયા. હવે જે ત્યાં એ લક્ષમાં હોય, કે શા સારુ આ વે૫, આ અસર લેવી કેમકે સામાજે અનુકુળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org