________________
જીવનને ઉદેશ શું છે?
૨૧૭ એક પાળેલા કૂતરાને ય માલિકને ખુશ કરવાનો ઉદ્દેશ નક્કી છે તે એ માટે બરાબર ખબરદાર રહે છે જ્યાં મે મળે કે ચાટ કરે છે.
એમ જીવન જીવવાને ઉદ્દેશ નક્કી કર્યાની બલિહારી છે. પછી એક મિનિટ બગાડવી પોષાતી નથી, પાલવતી નથી, ઉદેશ નક્કી કર્યા પછી એને સિદ્ધ કરવાના ઉપાય પણ નિશ્ચિત કરવામાં આવે છે, અને તેથી જ્યાં જ્યાં મેકે મળે કે તરત જ ત્યાં ત્યાં એ ઉપાયમાં પ્રવૃતિ ચાલુ થઈ જ જાય છે. નકામા
પાસપ, વિકથા, કુથલી, નિંદા, રામટામા વગેરે, જુઓ તે, દુન્યવી કઈ ઉદ્દેશ નક્કી કરનારના પણ જીવનમાં નહિ દેખાય,
કુદરતની રોજ ૨૪ કલાકની ભેટ :--
એક પરદેશીએ • Twenty four hours a day” (દિવસ દીઠ ૨૪ કલાક) નામનું પુસ્તક લખ્યું છે એમાં લેખકે એ બતાવ્યું છે કે કુદરત તમને દ૨ નવી પ્રભાતે તાજા ૨૪ કલાકની ભેટ કરે છે. એમાં એ પૂછતી પણ નથી કે “ અત્યાર સુધીના ભેટ કરેલા કે તમે વેડફી નાખ્યા હતા કે ?' “ એમ હોય તે જાઓ તમને નવી ભેટ નહિ મળે” એવું એ કહેતી નથી. એ તે એટલી બધી ઉદાર રહે છે કે હજી પણ એ તમને નવી ૨૪ કલાકની ભેટ કરવા તૈયાર રહે છે. પરંતુ અફસ એટલે છે કે માણસે પોતાના જીવનમાં કેઈ ખાસ ઉદેશ નક્કી નથી કર્યો હતો એટલે એ ૨૪ કલાકમાંના કેટલાય કલાક એમ જ વેડફા નાખે છે ! બરબાદ કરે છે ! દા. ત. શનિવારે અડધી રજ પડી ત્યારથી સેમવારે કામ પર ચડશે ત્યાં સુધી માં એનું જીવન જુએ તે રખડતારામ જેવું હશે. એમાં કેઈ નક્કી કર્યું નહિ કલાના ક્લાકે એમને એમ પસાર કરી નાખવાના ! એવી રીતે બજારમાંથી ઘરે આવ્યો. જમવાને કલાકની વાર છે. તે એ કલાક એમ જ જવાનો ! સંબંધીને ત્યાં મળવા ગયે, સંબંધી બહાર ગયા છે તે આવતાં કલાક વાર લાગી, તો એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org