________________
જીવવું શા માટે ?
માનવ તરીકે જીવવું શા માટે? એ વિચારે. શુ: જીવીએ તે ખાઈએ, પીએ, મેજ કરી શકીએ, રેફ મારી શકાય, એ માટે જીવવાનું? પણ મર્યા પછી શું? જીવવાનું ધર્મની આરાધન કરી શકીએ એ માટે. હૈયે આ જ વસેલું હોય. કઢાષ્ટ્રવાસમાં ધર્મની આરાધના રમતી હેય.
મરી જઈએ તો ધર્મની આરાધના થઈ શકે નહિ, માટે જીવવું છે, તેમાં વીતરાગના ધર્મની ઊંચામાં ઊંચી આરાધના કરી લેવી છે.
ધર્મની આરાધનાથી વંચિત રહેવાનું દેખાય ત્યાં જીવવું ન ગમે. સતીએ જીવનમાં શીલનો ભંગ દેખાય તે પહેલાં જીવવાનો મેહ છોડી દે છે. ત્યારે જે ધર્મ માટે જીવવાનું છે, તે ધર્મને ઉમળકે કયારે લાવવાને? ૬૦ મે વધે? કે ૮-૧૨-૨૫-૩૫ મે વર્ષે ? ઘડપણમાં ધર્મ થઈ શકે એ માટે જીવવાનું રાખ્યું હોય તે શુ મૃત્યુ સાથે દોસ્તી કરી છે, જેથી એ વહેલુ નહિ જ આવે? તેમજ જે ઘડપણમાં ધર્મ કરવાને. તે અત્યારનું જીવવાનું તે પાપ માટે જ થયું ને?
ભવિષ્યમાં ધર્મ સાધના કરી શકીએ એ માટે જીવીએ છીએ એવું ન ચિંતવતા. લક્ષ તે એ રાખે કે અત્યારે ધર્મસાધના કરવા માટે જે જીવીએ છીએ તે આવું દરેક વર્તમાન સમય માટે રાખવાનું છે. જીવતા હોઈએ ત્યારે બીજી પ્રવૃત્તિય ચાલુ હોય છે. એટલું જ નહિ પણ કેટલીક પ્રવૃત્તિઓ જીવવા સાથે કરવી ય પડે છે, જેમકે આહાર, પાણી, શ્વાસે૨છવાસ. પરંતુ આ કરીને જીવવું છે શા માટે?
ત્યારે પૂછે કે તે પછી શું મરી જવું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org