________________
૨૦૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમનિ ચરિત્ર ભાઈને વિચાર કરવાને બદલે તને વિચાર કરે. મૃત્યુ નજીકમાં નક્કી છે, હું બચાવી શકવાની નથી ને તમારા ઉપર મારું મેત નથી, એ ત્રણ વાત નક્કી છે. કેઈ તમારું રખેવાળ નથી, કેઈ ધવંતરિ વિદ્ય પણ નથી, તેમ ઘા પણ જીવલેણ વાગ્યે છે. એ સ્થિતિમાં પડયા છે છતાં ક્યાયમાં વર્તે છે તે તેમાં નરક સિવાય શું મળશે? રૌદ્ર દયાન; અનંતાનુબંધી કષાય, કૃણ લેશ્યા, એ ત્રણે જીવને નરકમાં નાંખી દે છે. કઈ બચાવ નહી !
સંસારમાં જીવને દુઃખરૂપી સજા દેવા માટે જીવના પિતાના જ ગુના જેવાય છે, પારકાના નહિ.
કષાય , રોદ્ર ધ્યાન ક્યુ, લેશ્યા બગાડી, પછી ગમે તે કારણે, પણ આ બધા ગુના જ છે. શા સારુ આવી ભૂલ તમારા જેવા કે જેને વીતરાગને ધર્મ મળેલો છે, એના મનમાં એ આવે? “આ પછીની મિનિટે મરણ છે તે આ મિનિટ શા સારુ બગાડું? ભલે આખું જગત બગડે, પણ હું મારી મિનિટ નહી બગાડું, કારણ કે ૫છીની જ મિનિટે મરવાનું છે. તે તરત ઠેકાણે આવી ગયે. સમજી ગયે શું કરવાનું ! પડખે બેઠી પત્ની મદનરેખા આ કરાવે છે, મેહાભાઈ પ્રત્યે વેર બાંધવાને નાશ કરાયે. અંતિમ ભાવના –
ખામેમિ સવજીવે, વિસેસ તપિ જિબંપૂર્ણ” સર્વ છાને ખમાવું છું તે મેટા ભાઈને પણ વિશેષ કરીને ખાવું છું, ભાઈ! તમારી ક્ષમા માગુ છું. મને માફ કરજો. તમારા ભલું થજે. મને એક મેત અસહ્ય લાગે છે, તે પછી નરકમાં તે અબજે પરાર્થે નહિ, કિન્તુ અસંખ્ય વાર આથી ય ભયંકર મૃત્યુ જેવી પીડા કેમ સહન થાય? અસહ્ય દરદમાં એમ થાય છે કે દુશ્મનને પણ આવું દુઃખ ન થજો, ત્યારે નરકગતિનાં દુખ તો સાંભળતાં પણ કમકમી ઊપજે એવાં હોય છે, એ કેમ કાયાથી સહ્યાં જાય? તે ઈચ્છું છું, ભાઈ! તમને એવાં દુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org