________________
નયનાવલિ પતિને ઝેર દે છે
૨૦૩ સામાન્ય શબ્દોમાંય ન બોલી શકાય ! તક્ષણ ઝેર વ્યાપી ગયું, મરવાની સ્થિતિ જોતજોતામાં થઈ ગઈ! જમીન પર ગબડી પડયો.
ધરમુનિ પિતાના આ પ્રથમ ભવની સ્થિતિ કહી રહ્યા છે. દરવાજેથી નોકરડતો આવે. મારા સામું જોઈ શુ મહારાજ !' એમ પૂછે છે. મારી જીભ જડ છે એ એણે જોઈ લીધું. ઝેરનો પ્રયોગ થયો લાગે છે એમ સમજી બૂમ પાડી, કે
ઝેર ઉતારનાર વૈમને હલાવી લાવે, હમણાં ને હમણું લાવે, જેથી કદાચ ઝેર હોય તે ઊતરી જાય !' માણસે દેડતા ગયા. નયનાવલિને ચિંતા થઈ, કે “હવે ઝેરની દવા થશે. વળી કદાચ છવી પણ જાય તો આપત્તિની તપાસ થશે, તેમ પૂર્વની ચિંતા ઊભી રહેશે. હવે હું શું કરું? રાજાની આસપાસ માણસે વીટળાઈ ગયા છે.” રાણી આ વલેપાતમાં છે, ત્યારે રાજા અકથ્ય મૂંઝવણ અનુભવી રહ્યો છે. શું થતું હશે સ્ત્રી માટે? આ જ ને કે “આ જોગમાયા ! ચારિત્રની વાત કરનાર ઝેર દે છે?” રાજાના મનની ધારણા ક્યાં રહી ગઈને પ્રસંગ છે બની ગ? આપણે ચમરબંધી ન હોઈએ, સામગ્રી ન હોય, તેય કહ૫ના રહે છે કે “વષે પાંચસે રૂ. બચશે, આટલા વર્ષે આટલા ભેગા થશે, એટલે છોકરાનાં લગ્ન થઈ જશે. ભૂખ છે, એથી દાન પણ નહિ દે! બેટી ધારણ ને આશામાં શક્ય સાધના પણ ગુમાવી રહ્યો છે. શાસ્ત્ર કહે છે, “મારું મૃત્યુ બીજી મિનિટે છે એમ સમજી ચાલુ મિનિટે ભાવ ધર્મના રાખે, પાપના નહિ.” મદનરેખાને ઉપદેશ –
મદનરેખાએ મરતા પતિને શું સમજાવ્યું? જો કષાયમાં વર્તે છે અને મરણ ડોકિયાં કરી રહ્યું છે, તે કઈ ગતિ થશે? જૈન શાસ્ત્ર જાણે છે ને? “ ભાઈ દગાર હતા, માટે મને થઈ જય કષાય, એવે બચાવ નહીં ચાલે. તેમ કપાય એ આપણે મહાન ગુને છે, એની સા ભેગવ્યા વિના નહિ ચાલે. તેમ પરલોક સામે આંખ મિંચામણું કે પરલોક નહિ અટકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org