________________
નયનાવલિ પતિને ઝેર દે છે
રાજા ભૂલો પડે છે તેથી રાણીની એક દિવસના વિલંબની પ્રાથના માન્ય કરી લે છે, અને હવે છેલ્લે દિવસ છે ને ? તેથી પૂરા વિશ્વાસે કામ લે છે! જમવા બેસે છે ત્યાં રાણીને લાવે છે. પેલી બડી પક્કી છે. જે ઘાટ ઘડવે છે એમાં રાજાને પહેલેથી કાંઈ જ શંકા ન પડે એ માટે આતુરતા નથી દેખાડતી. બને સાથે જન્મ્યાં. હવે તબેલ લેવાને અવસર આવ્યો. લુચ્ચી રાણી તાલપુટ ઝેર નાખેલું પાનનું બીડું તૈયાર લઈને આવી હતી, એ એણે સિફતથી રાજાની આગળ પ્રેમનું ટાયલું કરતાં ધયું! રાજા ભુલભુલામણુમાં છે, એને શાને અવિશ્વાસ હેય? બે દિવસ પહેલાં રાણુનું દુશ્ચરિત્ર નજરે નથી જોયું ? જેવું છે, પરંતુ રાએ કહ્યું છે ને કે આવતી કાલે આપણે સાથે ચારિત્ર થઈશુ? તેથી એના મહાદુરાચારને પણ ગળી જાય છે! સાધુને ય શિખ્ય કરવાને લોભ હેય તે આવું બને છે. ધરાસર ખબર હોય કે આવેલી વ્યક્તિએ ભારે નાલાયતા કરી છે, છતાં એને દીક્ષા દઈ દે છે! પણ પછી? પછી શું? પેલો ઉઠાંતરી કરી ચાલવા માંડે એટલે આંખ ઊઘડે! ત્યારે મેં વિકાસી જઈ રહેવાનું!
રાજ ભલે, બનાવટી પ્રેમથી અપાયેલું પાનનું બીડું ઝટ ખાઈ નાખ્યું! માંહી તાલપુર ઝેર છે, એટલે ખાઈને કયાં ઊભે રહે? પાન ખાઈ હાથ મે ધોઈ સુવાના ઓરડામાં ગયે એટલીવારે તાલપુટ ઝેરની અસર એકદમ વ્યાપી ગઈ! વાર શી! એકાએક જ રાજાને ભારે ચક્કર ઉપર ચક્કર અને ધરરર ધ્રુજારી ! અંગેપાંગ ખેંચાવા લાગ્યાં! જીભ જડતા પામવા લાગી! બેલવાની શક્તિ ગુમ! નખ કાળા પડવા લાગ્યા ! માઠું લાન બની ગયુ! આંખનું તેજ અટકી ગયું! સિંહાસન પર મેજથી બેસી હુકમે કાઢનારની આ સ્થિતિ થઈ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org