________________
નયનાવલિની કપટજાળ
૧૯૩ માનવ એ જેને માટે ભાઈ
આપણુ માટે જોખમી હેય એને પણ મારવાની બુદ્ધિ ન ધરે ! કેમકે આપણી કક્ષા ઊંચી છે. “હું મેરો છું તે નાનાનું ખમી ખાવું જોઈએ. પ્રાણીઓમાં અમે મેરા ભાઈ છીએ, અને પ્રાણીઓ નાનાભાઈ છે તો એને મરાય નહીં! જ્યાં વિવેક જડે છે તે મનુષ્યપણુમાં આવ્યા છીએ, હવે એ ઉચ્ચતાને નહી સાડાવીએ તે કુદરત ટ્રાન્સફર કરવા બેઠી જ છે ! કુદરત અપેક્ષા રાખી રહી છે, “માનવ તરીકે ઉંચી સ્ટેજ પર તુ છે, તે તારું હૃદય રહેમના સાગથી ભરેલુ જોઈએ.” તે હદય કોઈના પ્રેમ -દાક્ષિણ્યથી હિંસાના પાપમાં પડે કે ખલાસ !
કયા પા૫ની ભયંકરતા છે તે સમજવા જેવું છે, એ ખ્યાલ નથી માટે કાયાથી શાંત બેઠેલા આપણે અપરંપાર પાપ મનથી કરી નાખીએ છીએ ! મન તલાદી બની ગયેલું, એટલે સારી વિચારણાનાં પરાક્રમ નહિ આવડે, અને ખરાબ વિચારણના કુદકા આવડે છે ! “બસ, ફલાણાનું હું ન ખમું ! રેકડું પરખાવુ ! બરાબર એ થીપાક ચખાડી દઉં !' દિવસભરમાં આવી વિચારણા. એ ચાલતી હશે કે નહિ? તે ચાલે છે માટે આત્માનું સાચું બળ પ્રગટતું નથી. તકલદી મનની વિચારણએ ભયાનક સમજાય તો તે મન મજબૂત કરી એને અટકાવવા મથાય. કસંસ્કારને ઢેર મહા ખરાબ :
મન તકવાદી કેમ બને છે? કહે, જગજૂના કુસંસ્કારે તે પડેલા જ છે, એના ઉપર નવનવા કુસકારોને હેર કરાતા જાય છે. ઈન્દ્રિયોથી અનુભવ કરે, અગર મનમાં વિચાર લાવે કે તરત સંરકાર નવા પડ્યા જ સમજે, અગર જૂના મજબૂત થયા જ માને. મતિજ્ઞાનના ચાર પ્રકાર અવરોહ, ઈહા, અપાયને ધારણ. અવરોહમાં વિષયનું સામાન્ય દર્શન, ઈહામાં નિર્ણય કરવા માટે ઊહાપેહ, અપાયમાં નિર્ણય, પછી ધારણામાં એના સંસ્કાર. કેટલાક અનુભવ બહુ લક્ષવાળા ન હોવાથી એના સંસ્કાર પડતા નથી, અગર બહુ ટક્તા નથી. ઈરાદા પૂર્વકના અનુભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org