________________
વિશેષતાઓ
૧૧
જમી લીધા પછી ગમે તેવાં પકવાન સામે હોય છતાં મન કહે : છે, “ઘણું ખાધું, બસ, હવે આમાં શું ખાવું'તુ?” બસ, આ દૃષ્ટાતથી અહીં મન કહેવા માંડે, “ઘણું જોયું, ઘણું સાંભળ્યું, હવે શું જોવા-સાંભળવા જેવું રહ્યું જ છે? કાંઈ જ નહિ,” આમ
આકંઠ જન્મેલાનો દૃષ્ટાન્તથી વિષમાં ભારે ધરપત, તૃપ્તિ આવી જાય, તે ઈનિદ્રાને વિષયપતનમાંથી ગોપવવી -રક્ષવી સહેલી છે.
વળી મહાત્મા ગુપ્ત બ્રહ્મચારી છે, નવાવાડના પાલન કરીને વિશુદ્ધ બ્રહ્મચર્યને ધરનારા છે. નૈષ્ઠિક બ્રહ્માચારી એટલે બ્રહ્મચર્યની પાકી નિષ્ઠાવાળા; હૈયું બ્રહ્મચર્યમય. સ્ત્રીઓનાં ટોળામાં કરવાની છુટ નહિ, રસકસ ઉડાવવાની છુટ નહિ. તીર્થંકરદેવ જેવા પણ ચારિત્ર પાળે તે પણ નવવાદનવિશુદ્ધ બ્રહ્મચર્ય જાળવીને, તે બીજાઓ માટે પૂછવાનું જ શું? ખરાબ પ્રસંગની ઘેરી અસર : મહિનાઓની સારી મહેનત તુલ? :
ધ્યાન રાખજે, બહારના તેવા-તેવા પ્રસંગ-વાતાવરણને અંતરમાં ફેટે પડે છે. શરૂશરૂમાં એની અસરની ખબર ન પડે. પણ કાળક્રમે મેટી અસર દેખા દે છે. ત્યારે આશ્ચર્ય થાય છે, “અરે ! આ શું?” એમાંય પાછી એ ખૂબી છે કે છછ મહિના મને નિંધ કરી કરી ગુણ કેળવ્યું હોય, પરંતુ એક પણ દિવસ અનુચિત પ્રસંગમાં રસ લેતાં પૂર્વની દીર્ઘકાળની કેટલીય સારી અસર મારી જાય છે. દા. ત. છ મહિના સુધી સ્ત્રીનું મુખ સરખું ન જોયું, પણ પછી એક જ દિવસ કેઈ લટકાળીના હાવભાવ, કટાક્ષ નિહાળ્યા, ને એમાં સહેજ થોભ્યા, તે ખલાસ! પૂર્વની મહાકમાઈને ધક્કો મેટ લાગવાને! એમ મહિનાઓ સુધી કેઈની નિન્દા ન કરી, પરંતુ પછી એક જ દિવસ નિન્દામાં રસ લીધો, તે એથી દિવસની સારી અસર રદબાતલ! એમ એક જ સિનેમાદર્શન, નેવેલ-વાંચન, અભક્ષ્યભક્ષણ, મધ, ધમધમાટ, ઈત્યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org