________________
નયનાવલિની કપટજાળ
૧૮૭ વિષયલંપટ અને કાયાપિંડના પૂજારીને ધર્મ કરવાને આવ્યો તે ખેટના સેદા દેખાય છે! અને પાપ કરવા મળ્યા ત્યાં લાભના, લહાવા મળ્યા લાગે છે!
આ વિપરીત દષ્ટિમાં ક્યાંથી ઊંચા અવાય ? ઊંધી દૃષ્ટિ ટાળે –
જે દષ્ટિ ઊંધી છે, તો માનવ જે ઉત્તમ અવતાર મળવા છતાં અનંતા કાળથી ચાલી આવેલી બરબાદીને પાછી વાળવાનું કયાંથી બને ?
ઊલટું, બરબાદી કાંક ઓછી કરી કાંક આબાદી ખીલવીને મનુષ્યપણું મયુ હય, એમાં હવે પાછી બરબાદી થાક વધારે છે! શાથી? ઊંધી દષ્ટિને લીધે તરણતારણ ધર્મમાં લાભના સેદાને બદલે બેટના સેદા જુએ છે માટે. દેખાતું નથી કે,
દાન દીધું એટલે કોથળી કાણું ન થઈ પણ કાણી કોથળીમાંથી આખીમાં નાખ્યું, ઓટમાંથી ભરતીમાં વાળ્યું.
બ્રહ્મચર્ય પાળવા મળ્યું તે કૂચે ન મર્યા, પણ કસ વળે અસંખ્ય જીના સંહાર ટાળી એને અભયદાન દીધાં.
ઉપવાસ કર્યો તે લેહી સુકાણું નહિ, પણ અશુદ્ધ લોહી શુદ્ધ થયું, લેહી કરતાં કંઈ ગુણ કમ સુકાયાં!
ધર્મ કરવા માં તે આત્માનાં પુણ્ય વળ્યાં, સુસંસ્કાર વધ્યા, આત્માના જસ અને સર્વ ખીલ્યાં !
રાણું નયનાલિને ચારિત્રમાં કૂચે મરવાનું લાગે છે. એને તો રંગરાગ અને ભેગવિલાસમાં મહાલતા રહેવું છે, તેથી વિચાર કરે છે કે “રાજા દીક્ષા લે, પછી મારે કેમ છટવું ? જે દીક્ષા ન લઉં તે કલંક લાગે. લેક હલકી ગણે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org