________________
૧૬૪
શ્રી સમરાદિત્ય – યશોધમુનિ ચરિત્ર જગતની વિચિત્રતા એવી છે કે એ જ્ઞાન પિતાના કામમાં નથી આવતું.
પપદેશે પાંડિત્યમ” બીજાને માથામાં વાગ્યું હેય ને લેહી વહેતું હોય તે કહે “શાંતિ રાખે, ઊંચાનીચા ન થાઓ,” પણ જે આપણને સહેજ માથુ ટિચાયુ, તો ત્યાં જ્ઞાનના ખજાના પર તાળું લાગી જાય છે! પિતાનું જ ડહાપણભર્યું જ્ઞાન
ક્યાં અલોપ થઈ ગયું તેનું ભાન નથી રહેતું! આ આંખમાં જ્ઞાનશક્તિ કેટલી છે? તે દૂર સુધી દુનિયા જુએ! પણ એની એ આંખમાં તણખલું પડે તો તેને જોતાં પિતાને નહિ આવડે! દુનિયા આખીને શિખામણ આપતાં આવડે પણ જાતને પ્રસંગ ઊભું થતાં જાતે એ શિખામણ લેતા નહિ આવડે. દેખીતા નાના પાપનાં ભયંકર ફળ કેમ ?
મિથ્યાત્વને રંગ કેવો આકાર કેવો? સ્વરૂપ કેવું? નીતરતા પાપના કાર્યમાં મન બચાવ કરે છે કે આમાં વાંધો નહીં.” મન આશ્વાસન લે છે કે “આમાં કાંઈ પાપ નથી, ઊલટું ઉપકરી માતા વગેરેને પ્રસન્ન કરવાથી ઉપકારને બદલે વળે છે.” શુદ્ધ પાપ પર કતવ્યને સિક્કો એ મહાપાપ!
આ બધું લક્ષમાં લેવું પડશે. તે જ એ લેટને કૂકડે કાપવામાં અને એને ખાવામાં પછી જે દુખદ્ ભવે ઊભા થાય છે, એનું રહસ્ય સમજાશે. નહિતર તે એમ થાય કે આટલા જરાકમાં આવા ભયંકર ત્રાસભર્યા ભ? પણ હૃદયની નિપ્પરતા
ક્યાં અને કેટલે પહોંચી ગઈ તેને વિચાર કરે તે આશ્ચર્ય નહિ કે પ્રશ્ન નહિ ઊઠે, અકાય પર કર્તવ્યને સિક્કો મારે, દુકૃત પર સુકૃતને સિક્કો લગાડવે એમાં મહામિથ્યાત્વને અને મહામહને ભારે ઉદય થાય છે; અને એ પાછું સમજના ઠેકા પર થાય એટલે તો નિકુરતા એર વધી! ચિત્તને સંલેશ કાલે ફૂલ્ય! એમ પાપ ભયંકર બની ગયું.
દિલને પાપ ભારે ન લાગે એ દશા ખુદ પાપ કરતાં ભયંકર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org