________________
લોટન કૂકડે માર કેમ ભયંકર ?
સુરેન્દ્રદત્તને માતા ઉપર પ્રેમ છે, તેથી આત્મભેગ આપવા તૈયાર થાય છે. બાકી બીજા કેઈપણુ જીવન ભોગ આપવા માતાને આદેશ છતાં ઘસીને ના કહે છે. માતાની આજ્ઞા ય ખરી, ને પાપને ઈન્કાર પણ ખરે. આ સ્યાદવાદને જીવનમાં અમલ. એકલા સ્યાદવાદના સિદ્ધાન્તથી નહિ ચાલે, સ્યાદ્વાદને અમલ પણ જોઈશે. એ લાવવા સામાની દૃષ્ટિએ પણ વિચારવું જોઈશે. લોટના કૂકડાને ભેગ:
સુરેન્દ્રદત્તના આ છેલ્લે ઉગાર હતા છતાં મા ઢીલી ન પડી. મિથ્યાત્વની પકડ છેડવા તૈયાર નથી. દુરાગ્રહી આત્માઓને તેને વિચાર જ હોતું નથી. કહે છે: “ ભાઈ જો એમ છે કે તારે કેાઈ જીવને મારે નથી, તે એમ ભલે, પણ આપણે લેટને એક કુકડો બનાવીએ, અને તેને દેવીને ભેગ આપી દઈએ ! તે આટલું કરવા માગું વચન માન,” કહીને હાથમાંથી તલવાર લઈ લીધી. દીકરાના ચરણમાં પડી ભીખ માગે છે! - પાપકારક દાક્ષિણ્ય એ દોષ, એ નબળી કડી -
દીકરાને માતા પર પૂર્ણ સભાવ છે. પણ માતાને મન દીકરાની આ એક નબળી કડી છે. નબળી એટલે એને લાભ ઉઠાવે છે. નબળી કડી એટલે આપણું ધાર્યું કરાવી શકાય. લોભિયાને ધુતારા કેમ તૂટી જાય છે? લોભિયાના લેજની નબળી કડી પકડી લે છે માટે. કામાંધ પતિની વાસના એ નબળી કડી છે, તે એને લાભ ઉઠાવી પત્ની અને ગુલામ બનાવે છે. રાજ, અમલદાર, માલિક અને શિક્ષક જે બહુ શીળી પ્રકૃતિના હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org