________________
૧૬૦
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર
ભેગ આપે છે, ચિંતા કરી કરી મનને ભેગ આપે છે, કાયાને કશ્મી આપી મહેનત કરે છે, જવાબદારી માથે લે છે, આવું આવું તે કેટલું ય ! ! ત્યારે ભગવાનની પાછળ ભેગ કેટલો? ઉતાવળ નથી, શાંતિથી વિચારજે. પુણિયા શ્રાવકને રજની માત્ર બે આનાની કમાઈમાં પ્રભુને રાજ કુલપગ૨ ભરી પૂજવાનું અને પ્રભુના ભક્ત શ્રાવક સાધર્મિકની રોજ ભક્તિ કરવાનું જોઈતું હતુ! કેમકે પ્રભુ પર અથાગ પ્રેમ હતો. સમજતા હતા કે “આ પ્રભુને અને મને યોગ? એમની સેવામાં સર્વસ્વ છાવર કરી દઉં !'
મારું ખરું લેખે અહીં દૂભક્તિમાં લાગવાનું છે, બાકી દુનિયાદારીમાં તે લૂંટાવાનું છે! પ્રભુપ્રેમની પરીક્ષા –
વિચારો, પ્રભુના પ્રેમ ખાતર નેહીઓના સ્નેહ કેટલા પડતા મૂકયા ? ખિસ્સા પર દબાણ કેટલું કર્યું?
વ્યાવહારિક કામ કેટલાં જતાં કર્યા? શોધી શોધી પ્રભુભક્તિમાં ક્યાં ક્યાં ખરચતા ગયા?
શોધી શોધીને ક્યાં ક્યાં જિનની સેવાના કાર્ય કર્યું ગયા ?
વિચારવું પડશે આવું બધું વિચારીને એ કરવા માંડયું પડશે, તન-મન-ધનના ભેગ આપી આપીને. ત્યારે પ્રભુપ્રેમનો પ્રકાશ ઊઠશે!
સાચો પ્રેમ સસ્તા નથી, સહેલો નથી ત્યારે એવા પ્રેમ વિના ઊંચા ય નહિ અવાચક વિસ્તાર નહિ થાય; મેહનાં ફેર નહિ ઊતરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org