________________
ભગવાન પર પ્રેમ છે?
૧૫૯
આપીને ય બદલામાં રૂપિયા ય નથી જોઈતા ને સગવડો ય નથી જોઈતી. માત્ર પ્રેમ છે માટે એની પાછળ ફના થઈ જવું પડે તે ચ ભલે, આ ધગશ છે. દેવની ભક્તિ
કરેડ સમકિતી દેવતાએ પ્રભુના જન્માભિષેક ઊજવવા કેમ દેડ્યા જાય છે? ઈન્દ્રોને સ્વર્ગમાં શી કમીના હતી કે મેરુ પર દડે? પણ પ્રભુ પ્રત્યે હૈયામાં પ્રેમ ઉછાળા મારી રહ્યો છે; મને થાય છે કે “અહો! મારા હૃદયનાથને જન્મ થયે! કેવાં ભાગ્ય ઊઘડ્યાં જગતનાં! ધન્ય ધરતી! પ્રભુ પૃથ્વીતલે અવતર્યા! ત્રિભુવનના તારણહાર ! જગતને દીવે! ધર્મનાવમાં બેસાડી ભવસમુદ્ર પાર કરાવનારા મહાસુકાની ! ભવાટવી ઉતારનાર મુક્તિપુરીના સાથે વાહ! અનંત ઉપકાર, અનંત ગુણ અને અનંત જ્ઞાનના ભંડાર !” હૈયામાં શુદ્ધ પ્રેમ ઊછળે છે તેથી ઈન્દ્રો અને દેવે પ્રભુની ભક્તિ કરવા દેલ્યા જાય છે! કશું જોઈએ છે માટે નહિ, પણ પ્રભુ જ એવા અલૌકિક સ્વરૂપવાળા છે કે સુજ્ઞને એમના પર પ્રેમ ઊભરાઈ જ જાય ! એ પ્રેમથી પ્રભુ પર ઓવારી જ જવાય! પ્રભુને માથે લઈ ફરવાનું મન રહે!
જાણે “શી શી સેવા કરી લઉં એ નાથની ! અને જગ્યું ને જીગ્યું સફળ કરી દઉં !”
એમ મનને થયા કરે. દુનિયા પાછળ કેટલો બધે ભાગ -
આ શુદ્ધ પ્રેમ પ્રગટે પછી, જેમ સુશીલ પ્રેમાળ પત્ની પ્રેમની પાછળ પતિની સેવામાં કેટલાય ભેગ આપે છે, એ રીતે પરમાત્માની ભક્તિમાં તન, મન, ધન, અને ઈન્દ્રિયેથી ભેગ આપવાનું સહેજે બને. હવે વિચારો, ભેગ કેટલો આપે છે? એના પરથી પ્રેમનું માપ નીકળશે. જીવનમાં બીજે ભેગ નથી આપતા એમ નહિ, કુટુંબ, મિત્રમંડળ, નેકર-ગુમાસ્તા, યશ આબરૂ વગેરે પાછળ તે લાંબા પહેળા થાઓ છે, પૈસા ખરચે છે, અવસરે ઉમદા ચીજે ધરી દે છે, સમયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org