________________
૧૫૮
શ્રી સમરાદિત્ય , યશેરમુનિ ચરિત્ર બધા ખર્ચમાં ભગવાનને ખર્ચ દાખલ –
બહુ અંધેર છે. હૃદયમાં ઘણી શુષ્કતા છે. માટે જ અનંત ઉપકાર કરનારા ભગવાનનાં માત્ર દશનથી પતાવવાનું મન થાય, કે પૂજા કરવા જાય તે અષ્ટપ્રકારી પૂજાને માલ ઘરેથી થઈ નહિ જવાને! બધે બારેબારને! અથવા કદાચ પિતાની સામગ્રી લઈ જાય તો ય તે રી! એમાં ય કઈ વાર તહેવારે પણ ઠીકઠીક લઈ જવાનું મન ન થાય ! મહિનાના ત્રીસે ય દહાડા એને એ જ રાબેતા ! શુષ્ક હૃદયને બધાથી ચાલે ! હૃદય સ્નિગ્ધ કરવું હોય તો બધા ખચમાં ભગવાનને ખર્ચ દાખલ કરે. જે ઘરમાં ચીજવસ્તુ સારી લાવ્યા છે એમાંથી યોગ્ય પ્રભુને ધર' એ વિચાર સરખે ન આવે? ઘરમાં કપડાં સિવડાવવા મે ચાલીસ હાથને તાકે લઈ આવ્યા તો “લાવ એક હાથ કપડું ય ભગવાનને અગલુંછણ માટે લઈ જાઉં.” મીઠાઈ લાવ્યા તો “એક ટુકડો નિવેદમાં લઈ જઉં, શાકભાજીને ખર્ચ કરે તે છેડે ફૂલનો ખર્ચ ઉપાડું.” આવું કાંઈ મન જ ન થાય? ત્યાં ભગવાન પર પ્રેમ કે? ભગવાન પાછળ ભેગ શા માટે –
વિચારે ભગવાન ક્યાં યાદ આવે છે? યાદ આવે છે તે શા માટે યાદ આવે છે? વાત તે ભગવાન પર નિઃસ્વાર્થ નિસ્પૃહ પ્રેમ કરવાની છે, પણ ભાવી કલ્યાણની દષ્ટિએ પણ પ્રેમ કરવાનું મેંઘું હોય, ત્યાં નિઃસ્વાર્થ પ્રેમની શી વાત? વિચાર નથી કે જે પરમાત્માના પૂજનથી પુણ્યના પડા મળે છે, ને એ પુણ્ય ભવાંતરે સદ્ગતિ અને મહાસમૃદ્ધિ સાથે ધર્મના સંવેગ આપે છે, એ પૂજન માટે સારે ભાગ ન આપવો જોઈએ? ભવિષ્યમાં કલદાર લાખ રૂપિયા મળતા હોય ત્યાં
ડા, બહુ થાડા ચ રૂપિયા ખર્ચવાનું મન ન થાય? ન થાય તો ધિઈ કેટલી? સે નહિ, શુદ્ધ પ્રેમ કરે -
આ તો હજી સદે, શુદ્ધ પ્રેમ નહિ. શુદ્ધ પ્રેમમાં તે ભેગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org