________________
ભગવાન પર પ્રેમ છે?
જે પ્રેમ પાછળ કંઈ જ ભોગ નથી આપ, તે પ્રેમ માત્ર બોલવાના ઘરને; સાચા પ્રેમના ફાંફ!
પત્ની પર પ્રેમ છે તે કેટલો બધો ભેગ આપે છે એની પાછળ? જાતે સાદાં કપડાં પહેરી એને ઘરેણુંથી મઢી દો છો ને? દીકરા દીકરી પર પ્રેમ છે તો એના લગ્નમાં હજારે ખચી નાખે છે ને? કુટુંબ પર પ્રેમ છે તે રેજની એની સરભરામાં કેટલીય જાતના ખર્ચ ઉપાડે છો ને? તે કહો જોઉં, ભગવાન પાછળ જ કેટલ ભેગ આપે છો?
ભગવાન ગમે છે ને ?
ભગવાન પર તે બહુ પ્રેમ છે ને? તે જાતે અગવડ વેઠીને, કઠિનાઈ વેઠીને પણ એમની પૂજાભક્તિ કરવામાં કેટલે સમય અને કેટલો ખર્ચ રાખ્યો છે? કેટકેટલી ચીજવસ્તુ લઈ જાઓ છો? સાંજ પડે હિસાબ કહે તો શું નીકળે કે “મારા પ્રભુ પર પ્રેમ હતો એ મેં આટલો ભેગ આપીને સાચે કર્યો.” દુકાન, પત્ની, પુત્ર બધા વહાલા છે તે રેજિદા ભેગ આપવાનું ચાલુ છે, તે વહાલા ભગવાન પાછળ કેટલુ વરસાવવાનું ચાલુ છે?
ખૂબી તો એ છે કે ભગવાનની ભક્તિમાં આપેલા ભેગના તો મહાલાભ મળવાના છે, ત્યારે દુન્યવી સગાં પાછળ કરેલ બધું ધૂળમાં મળવાનું છે; છતાં ભગવાન ખાતર ભેગ આપવાનું મન નથી થતું ! કહે છે “ભાવના હોય એ પ્રમાણે કરીએ!” ને કુટુંબની વાત આવે ત્યાં શક્તિ પ્રમાણે કરવું જ જોઈએ.” વહ ન્યાય! અને છતાં ભગવાન પર પ્રેમ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org