________________
૧૫૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર દેવતા ખુશ થાય, ને ભાવી અનર્થ મટે.” આ દેવતા કેવા? દિવ્યશક્તિવાળ કે શેતાની શક્તિવાળા? ભૂલશો નહિ,
દિવ્યશક્તિવાળા તે છે કે જેને નબળા પણ મહાન લાગે અને એના પર જે રહેમ નજર રાખે, દયાભાવ રાખે.
પણ જો દિલમાં શેતાન ભરાયે છે, તે પિતાથી વિશાળ શક્તિઓ આગળ નબળા જીવે તણખલા તોલે લેખાશે, એના પર દ્વેષ, જોહુકમી અને એને કચડવાનું મન થશે!
આપણું માપ કાઢી શકીએ, “નબળા પર દ્વેષ થાય છે કે દયા? એ જ તુચછ લાગે છે કે મહાન? એ જોઈને દિલમાં શેતાન બેઠે છે કે દિવ્યઅંશ?' એનું ધોરણ સમજી શકાય. આપણામાં સમક્તિ છે કે નહિ એ જેવા ફાંફાં મારે છે, પણ પહેલાં આ તપાસ કરે, દિલમાં દેવતા છે કે શેતાન? સમકિત લાવવા ઝંખો છો તે પહેલું આ કરે. કે “મારા દિલમાંથી શેતાન નીકળી જાય, દેવતા વસે. એ માટે હું મારાથી નાના નબળાને મહાન ગણતા ચાલું, એના પર દયા અને રહેમ સદા જાગૃત રાખું.”
સમકિત સહેલું નથી, એ લાવવા માટે કેટલાય શુભભાવ લાવવા જોઈએ છે.
એ શુભભાની જે પરવા નથી તો સમકિત રસ્તામાં રીઠું નથી પડ્યું. દુષ્ટ ભાવોને હૃદયમાં થાબડી રાખ્યા ને સમકિતના દાવા કરવા નીકળી પડયા, એવા ખેલ તે કઈ ર્યો ને છતાં રખડતા રહ્યા! આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે સમકિતની પૂર્વ અવસ્થામાં દુઃખિત પર અત્યંત દયા, ગુણવાન પર દ્વેષને ત્યાગ, સર્વત્ર ઔચિત્ય, સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય, પાપમાં ભય વગેરે શુભભાવે જોઈએ. સમક્તિ આવ્યાને પત્તો લાગવે તે મુશ્કેલ છે, પરંતુ આ શુભ ભાવે આવ્યાની ખબર પડવી સહેલી છે, તે એ લાવવા કાં મહેનત ન કરવી? વળી એની સાથે જિનેન્દ્રદેવ અને એમના શાસન પ્રત્યે દિલમાં અનન્ય પ્રતિભક્તિ અને શ્રદ્ધા ઊછળતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org