________________
સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી
૧૫૫ કરે, તે સત્વ આવવું કઠિન નથી; તેમ ખેડા વિશ્વાસમાં તણવાનું અટકી જાય. પહેલું શક્ય તે આ શુભ ભાવે છે, પછી સશ્યકત્વ. સહેલું પહેલુ અને શક્ય કરવું નથી ને ઊંચાની વાત કરવી છે, તે એમ મળી જશે? બનાવટી નિશ્ચય મતવાળા એવી ઘણું ય ઊંચી વાત કરે છે, પણ પહેલા પગથિયાના ય એમને ફાંફા છે ! માટે ઊંચા ભાવ મટેનાં અવશ્યક અને લાવવા-કેળવવા પહેલી મહેનત કરે. વાત આપણું એ હતી કે શેતાન દિલમાં હોય, તે નબળાને કચડવાનું મન થાય. બીજાને અપાતી શિખામણને સ્વાદુવાદ –
માતાએ સુરેન્દ્રદત્તને કૂકડાને ભેગ આપવાની વાત કરી, ત્યાં આ કહે છે, “મા! હવે હું તને સીધું કહી દઉં છું કે હું મારી જાત સિવાય કેઈને પણ મારનાર નથી. આ મારો છેલ્લો નિર્ધાર સાંભળી લે.” માતા પરથી વાત્સલ્ય ચાલી નથી ગયું, પણ માતાની સાવ અગ્ય માગણીને પરવશ ન થવાય!
જે હૈયામાં માતાને સ્થાન છે, તે જ હૈિયામાં ને, જીવદયાને પણ સ્થાન છે.
એનું નામ અનેકાંત કહેવાય.
જીવનમાં સ્યાદ્વાદ છવ એટલે શું? સગરચકી દેવતા આગળ ઉપદેશ કરે છે, “ભાઈ! ક્યાં નવાઈ છે? આજે છેકરનું મેત; તે કાલે આપણું. તે તું શું કરવા શેક કરે છે, એમાં? આજે તારે ત્યાં, તે કાલે મારે મારે ત્યાં, એમ સમજી લે.” દેવતાએ લકરને ઈશારે કર્યોઃ પેસી જાઓ અંદર. રાજા જુએ છે કાળાં કપડાંમાં આખું લશ્કર!” “કેમ કાળાં?”
રાજાને સાંભળવા મળે છે, “સાઈઠ હજાર પુત્ર તમારા મરી ગયા છે!” વચનને સ્વાવાદ જીવનમાં ઉતારે. જેવું બીજાને, એવું આપણને. બીજાને માટેના સિદ્ધાંત જુદા, ને જાતને માટેના જુદા, એ તે એકાન્તવાદ છે. દેવતા શેકમાં ડૂબતા ચકવતીને કહે છે, “શું આ? મને શું કહેતા હતા? “આજે તારે ત્યાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org