________________
૧૫૨
શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર પિકારી જ ઊઠે ને? ત્યાં માતાનું તે પૂછવું જ શું? એ પણ ગભરાઈ ગઈ.
માતા આ જોઈ શકે? પુત્રના પરાક્રમને એ જાણે છે. આ તે ગળે તલવારને ઝાટકે લગાડી આત્મનાશ કરતાં વાર નહિ લગાડે !” ત્યારે પિતે અત્યાર સુધી જીવને ભેગ આપવાની ખેચપકડ કરી રહી હતી તે તે પુત્રના આરોગ્યની અભિલાષાથી, એ હવે શુ આખે પુત્રઘાત ઇછે? જરા ય નહિ. એ તે ઝટ ઊભી થઈ ગઈ, અને મારા તલવારવાળા જમણા હાથને પકડી લીધે. મને કહે છે,
દીકરા! અહે, શું તારે મતૃપ્રેમ! તું તે તારી જાતને ભેગ આપવા તૈયાર થયો, પણ તને ખબર છે કે તુ મરે તે હું જીવતી રહી શકું? મને રાજી કરવાનો આ શું અર્થ છે? આ તે તે ઠીક આડક્તરી રીતે માતાને ય વધ જ કરવાનું આદયું! જરા ઊડે ઊતરીને જે, તે આ ખબર પડે.”
માતાએ વ્યંગ લગાવ્યું, પણ એ આ બેલે છે એટલામાં તો ત્યાં કડાએ અવાજ કર્યો. બસ, માતાને પાછું નિમિત્ત મળી ગયું. એ કહે છે,
જે ભઈલા! આ એક આચાર છે કે આ કઈ પ્રસ્તાવ ચાલતો હોય, તે જ વખતે જે પશુ-પંખીનો અવાજ સંભળાય એને અથવા એના સમાનને ભેગ આપ. તે ઈષ્ટની સિદ્ધિ થાય.”
માતાની કઈ સ્થિતિ? કઈ પણ જીવને ભેગ આપ એ આગ્રહ પકડાયેલો છે, પછી સામે ગમે તે દલીલ આવે કે પ્રબળ વિરોધ આવે પણ પકડાયેલું છેડવું નથી. આટલી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છતાં આગ્રહ મૂક નથી. કેમ? મેહની પડ઼. જોયું કે “બહુ જીવોને ભેગ આપવાની વાત પુત્ર મંજૂર નથી કરતો ને? તે છેવટે એક જીવને ભેગ તે કબૂલ કરશે.
અને જીવના ભેગથી જ શાનિત થાય” એમ દઢ માની બેઠી છે. દુરાગ્રહ બૂરી ચીજ છે. એ કેટલાય સારા સંગે પણ બગાડી મૂકે છે. કેઈ ભયંકર અનર્થ પણ સજે છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org