________________
૧૪૮
શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર બહુ વિચારવા જેવું છે. યેગ્યતા ઘડવાના કાળમાં ન ઘડાઈ, તે પછી એનાં ખતરનાક પરિણામ આવે છે. પછીથી યેગ્યતા ઘડાવાનું બહુ મુશ્કેલ બને છે. માટે બીજું બધું પછી, પહેલાં યેગ્યતા ઘડવા પર બહુ જ લક્ષ રાખો. નિશાળે ભણું આવ્યો એને શું ભણુ એ પૂછતાં પહેલાં એ પૂછે કે “માસ્તરને વિનય કર્યો હતો? માસ્તરની સામે ઉદ્ધતાઈ કે તેફાન નહેતું કર્યું ને?” ગુરુનું મહત્ત્વ :
બહાર રખડપટ્ટી કરી આવ્યો એને પૂછે કે ગુરુ મહારાજ પાસે ગયા હતા?” “ના,” તે બતાવે એને ગુરુ મહારાજનું અને ધર્મનું મહત્ત્વ. જે કામ તમારાથી નહિ થાય એ ગુર મહારાજ કરી આપશે, એ જાણે છે? એમનું જીવન જ ધર્મમય છે, એટલે એમની જે છાયા પડશે એવી તમારી નહિ પડે. એ ધર્મપ્રેમ જગાડી આપશે, માનવતા શિખવાડશે, શાંત દાંત બનવાની પ્રેરણું આપશે, ધર્મકિયા અને ધર્મ આચારને ખપી બનાવશે. એનાથી એની મેગ્યતા વધશે. એ વધશે તો તમને ય મેટો થઈ ઠારશે, ને જાતે આગળ ઉન્નતિ સાધશે. નહિતર તે આજે જુએ છે ને કે છોકરા મા-બાપને કેવા બાળે છે, ને જાતે કેવા અવનતિમાં ઊતરે છે! ધર્મ કરવાને તો બાજુએ રહ્યો, પણ મહા ઉપકારી માતા-પિતાના કૃતજ્ઞ ને આજ્ઞાંકિત તથા સેવાકારી બની રહેવાનું પણ ઊડી ગયું! અથવા છેડે કાંઈ ધર્મ પણ કરતા હોય, છતાં જે આ નથી, તે શું ખરેખર ધર્મ કરી રહ્યો છે? ના, મૂળમાં યોગ્યતા જ ન રહી, પછી ધર્મ શાને?
ગુરએ ધર્મ ભણાવવા સાથે આ ખાસ ભણાવવાનું છેઃ યેગ્યતાની કેળવણું આપવાની છે.
માતા-પિતાની આમન્યા અને સેવા, અતિથિને સત્કાર, સૌમ્ય ને પવિત્ર વ્યવહાર, પરાર્થવૃત્તિ વગેરેથી ગ્યતા ઘડાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org