________________
૧૪૬
શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર નમ્રતાથી સાચી વસ્તુ કરી છે. બીજું એ છે, કે બંને પ્રસંગમાં ફરક છે.
મયણનો બાપ તે તત્ત્વ માનવાની જ ના પાડે છે. એને આગ્રહ “કર્મ કરે તે થાય” એમ નહિ, પુણ્ય-પાપથી સુખદુઃખ મળે” એવું નહિ, પરંતુ “રાજાની મહેરબાની-નારાજીના આધારે સુખ-દુઃખ મળે,” એ માનવું છે, અને મયણા પાસે બેલાવવું છે. એટલે એમાં તત્વમાન્યતાનો ઈન્કાર છે.
ત્યારે સુરેન્દ્રદત્તની મા તત્વ સ્વીકારવા ના પાડતી નથી. પહેલાં દલીલ તો કરી પરંતુ પછી એ મૂકી દીધી; માત્ર મેહવશ આગ્રહ કર્યો કે “જીવને ભેગ આપ.”
બંને સ્થળે વાત તને લગતી મુકાય છે; કહે કે વડીલ માંમાં આંગળા ઘાલીને બોલાવે છે; એટલે માયણ અને સુરેન્દ્રદત્તને તાવ કહેવું પડે છે. તે ઉદ્ધતાઈ વિના શાન્તિથી બંને જણ કહે છે. તે ફેર ક્યાં પડ્યો? ત્યાં, કે મયણને પિતા અભિમાનના આવેશમાં છે, એટલે સહેજ પણ તત્ત્વ માનવાની તૈયારી નથી. અહી માતાને એ અવેશ નથી, એટલે પિતાની દલીલ પડતી મૂકે છે. આ સ્થિતિમાં સુરેન્દ્રદત્તને હવે જે વિચાર થાય કે માતાનું વચન પાળું કે વ્રત પાળું' એ સહજ છે. વડીલ પર બંનેને આંધળિયે પ્રેમ નથી, કેમકે ગ્યતા છે.
યેગ્યતા ક્યાંથી મેળવવાની? પહેલાં તો ઘરમાં સારા માતા-પિતા અને ભાઈ ભાંડુ પાસેથી, બીજું વિદ્યાદાતા પાસેથી, અને ત્રીજું ધર્મગુરુ પાસેથી. યેગ્યતાને ઘડનારાં આ ત્રણ સ્થાનનું ઊંચું મહત્વ છે; કહે કે એમણે એ ઘડીને એહિકપારલૌકિક મહાન ઉન્નતિને પાયે નાખી આયે, દિશા ખેલી આપી.
ગ્યતા ઘડવાનું મહત્ત્વ –
યેગ્યતા ઘડનારે તે આત્માની ગાડીને ઉન્નતિ-આબાદીના પાટે પૂરપષ્ટ દેડવા માટે એન્જિન જોડી આપ્યું. એ જેટલું વેગીલું અર્થાત ગ્યતા જેટલી ઊંચી, એટલી ઉન્નતિ ઝડપી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org