________________
સહિષ્ણુતા અને સહનવૃત્તિ
સહિષ્ણુતા અને સહનવૃત્તિને પણ અભ્યાસ રેગ્યતા કેળવવા જરૂરી છે. નહિતર એના વિના શ્યતાનાં પ્રદર્શન થાય છે.
“સહિષ્ણુતા' એટલે આવી પડેલી પ્રતિકૂળતા, શાન્ત મનથી, ઉદાર દિલથી સહી લેવી તે.
સહનવૃત્તિ એટલે જીવનમાં સુખશીલતાને બદલે કોઈ ને કઈ સહન યે જવાની રૂચિ. પેલામાં સહવાનું લેવા નથી ગયા, ઊભું નથી હ્યું, આવી પડયું તે ઉકળાટ વિના ઉદારતાથી સહી લીધું. આમાં સહન કરવાનું ઊભું કરવાનું છે. કેઈએ કડ શબ્દ કહ્યો તે એ ઉદાર દિલે સહી લીધે, “હેય, એમાં શુ? એ કહે, અધિકારી છે.” વગેરે માની સામે કંઈ જ ઉકળાટ -અરુચિ ન કરી, એ સહિષતા. ત્યારે વડીલને વિનંતી કરી કે
મને જ્યાં કહેવા જેવું લાગે તે કડક શબ્દમાં જરૂર કહે તે જ મારું રક્ષણ થશે. આ સહન કરવાનું ઊભું ક્યું.
જમવા બેઠા, એક ચીજ એાછી આવી, સહી લીધું, એ સહિષ્ણુતા,
પણ માગીએ તે મળે એમ છે, છતાં બેલ્યા નહિ, ચલાવી લીધું, એ સહનવૃત્તિ.
તે એક ભેદ આ નીકળે કે સહિષ્ણુતામાં સહી લેવાનું આવે, સહનવૃત્તિમાં ચલાવી લેવાનું આવે, બંને ગુણ જરૂરી છે.
એનાથી ખડતલ બનાય છે; દુઃખપ્રફ, દુઃખસ્પધી બનાય છે. પછી દુઃખ આવે ફિકર નહિ, એની સાથે સ્પર્ધાથી આગળ વધી શકીએ. કઈ મૂંઝવણ, શેક, દીનતા, એશિયાળાગીરી કરવાનું કામ નહિ; કેમકે સહવાને, સહી લેવાને ટેવાલા છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org