________________
૧૪૦
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તે કરવાનું સૂઝ અને કુરે. ગુણ કેળવવાના ઉપાય –
કેઈપણ ગુણ કેળવવાની અને દેષ ટાળવાની તમન્ના હોય તે,
(૧) પહેલાં એ માટેની સતત ભાવના કરે. એ ભાવના પણ લાભાલાભ ને સારાસારની ભાવના સાથે કરે. અર્થાત ગુણના લાભ કેટલા? એમાં સાર કેટલો? તેમ જ દેષનાં નુકસાન કેવાંક? એની અસારતા કેવીક?” એ બધાની વિચારણા રાખે; ને તાવિક સ્વરૂપને વિચાર કરે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે, છેવટે રાત્રિના કે પરેઢમાં ઊઠીને, એની ભાવના કરે.
(૨) એમાં પણ ટાઈમટેબલ યાને સમયપત્રક ઘડે-એક અઠવાડિયું અમુક ગુણ કેળવવાને કેર્સ–કાર્યક્રમ બીજું અઠવાડિયું બીજ ગુણ પાછું,
(૩) એ ભાવના પાછળ એના અમલમાં ખામી પડે એની નોંધ રાખે.
(૪) દિન-પ્રતિદિન માપે કે ખામી કેટલી ઘટતી આવે છે.
(૫) તેમ એ પણ સાથે જોઈએ કે ભૂલની કઈ સજા, કે દંડ પણ નક્કી કરીએ, ને ભરી આપીએ.
જે ભૂલની પાછળ સજા ન હોય, એ ભૂલ સુધારવા મુશ્કેલ બને છે.
માટે ગમે તેવી પણ સજા જોઈએ.
જીવન ઉત્થાન-આત્મસ્થાન માટે (૧) આ ભાવના, (૨) અમલી કાર્યક્રમ, અને (૩) નિરીક્ષણ સાથે દંડ વહેવાને. એ સુંદર સાધના છે. એનાથી યોગ્યતા પ્રગટી આવે છે.
તે બાલે, યેગ્યતા પ્રગટાવવા શું શું જોઈએ?
ઉપબહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય, કતજ્ઞતા, પરાથપ્રધાનતા- વગેરેને અભ્યાસ જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org